નેશનલ

શું “Free electricity” માંથી “electricity free” રાજ્ય બનવા જઇ રહ્યું છે Karnataka..?

બેંગલૂરુઃ કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. અહીંની એક હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી ટોર્ચ અને મીણબત્તી અને મોબાઇલની ટોર્ચના સહારે થી દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 100 પથારીની આ સરકારી હોસ્પિટલની આ હાલત ખરેખર ચોંકાવનારી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદને કારણે પાવર કટ વચ્ચે, ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુ તાલુકાની સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટરને મોબાઇલ ફોનની ફ્લેશલાઇટનો ઉપયોગ કરીને દર્દીની સારવાર કરવી પડી હતી. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારથી લોકો જુદી જુદી કમેન્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.


સરકારી હોસ્પિટલની દુર્દશા દર્શાવતો આ વીડિયો ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુની સરકારી હોસ્પિટલનો છે. હોસ્પિટલમાં વીજળીની કટોકટી છે, જેના કારણે આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ પરેશાન છે.

કર્ણાટક રાજ્યની ગણના દેશના સમૃદ્ધ રાજ્યમાં થાય છે. કર્ણાટકમાં કૉંગ્રેસ સરકાર છે. વોટબેંકની રાજનીતિને કારણે રાજ્યની વૃદ્ધિ અને વિકાસ ધીમો પડી ગયો છે. લોકોને ફ્રી વીજળી, ફ્રી બસ સવારી વગેરે જેવા મોટા મોટા વચનો આપીને કૉંગ્રેસ સરકાર સત્તા પર આવી છે. રાજ્યમાં પાણીની ગંભીર તંગી છે. લોકોને રેશનની જેમ પાણી મળી રહ્યું છે. રાજ્યના વિકાસ માટે સરકારને પણ નાણાની જરૂર હોય છે. ફ્રી વીજળી, ફ્રી બસ મુસાફરી જેવા મોટા મોટા વચનોની લહાણી કરીને સત્તા પર આવેલી કૉંગ્રેસ પાસે રાજ્યના વિકાસ માટે કામ કરવાના જ નાણા રહ્યા નથી. રાજ્યના ડે. સી.એમ પણ આ વાત જણાવી ચૂક્યા છે.

રાજ્યની આવી અવદશા પર કૉંગ્રેસ પર પ્રહારો કરતા ભાજપે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર એવી ભયાનક સ્થિતિમાં પહોંચી ગઇ છે કે હૉસ્પિટલોમાં વીજળી પણ પૂરી પાડવામાં આવતી નથી. ફ્રી બસ મુસાફરી, ફ્રી વીજળી આપવામાં સરકારી તિજોરી ખાલી થઇ ગઇ છે અને હવે રાજ્યમાં વીજળી ગુલ થઇ ગઇ છે.
લાગે છે કે Karnataka “Free electricity” માંથી “electricity free” રાજ્ય બનવા તરફ જઇ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button