ઇન્ટરનેશનલ

ચીની નાગરિકોના મૃત્યુ માટે પાકિસ્તાન 72 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે

ઇસ્લામાબાદ: આર્થીક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાન(Pakistan)ની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. એવામાં પાકિસ્તાનનો મિત્ર દેશ ચીન પણ તેનો સાથ ધીમે ધીમે છોડી રહ્યું છે. પાકિસ્તાનમાં ચીનના નાગરિકોના મૃત્યુ માટે પક્સીતન 72 કરોડ પાકિસ્તાની રૂપિયાનું વળતર ચૂકવશે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં ચીની નાગરિકોના કાફલા પર મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 5 ચીની નાગરિકોના મોત થયા હતા.

પાકિસ્તાનના મીડિયા રીપોર્ટસ અનુસાર, આ હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકોના પરિવારજનોને પાકિસ્તાન સરકાર 2.58 મિલિયન યુએસ ડોલર એટલે કે 72 કરોડ પાકિસ્તાની રૂપિયા આપશે. પાકિસ્તાનના નાણા પ્રધાન મોહમ્મદ ઔરંગઝેબની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Read More: ચીન, પાકિસ્તાન બાદ હવે નેપાળની ગુસ્તાખી…., જયશંકરે આપ્યો જવાબ

ઘટનાની જાણકારી મુજબ 26 માર્ચે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના શાંગલામાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં પાંચ ચીની નાગરિકોના મોત થયા હતા. આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી કારને ચીની નાગરિકોના કાફલા સાથે ટક્કર મારી હતી. ચીની નગરિકો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વાના કોહિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.

તમામ ચાઈનીઝ એન્જિનિયર દાસુ વિસ્તારમાં આવેલા તેમના કેમ્પ તરફ જઈ રહ્યા હતા. ખાસ કરીને દાસુ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે, જ્યાં 2021માં મોટો હુમલો થયો હતો. બસ પર થયેલા હુમલામાં 9 ચીની નાગરિકો સહિત 13 લોકો માર્યા ગયા હતા.

Read More: ‘હીરામંડી’ની આ અભિનેત્રીના ફેન બન્યા બ્રિટિશ વડાપ્રધાન! તસવીરો થઈ રહી છે વાયરલ

બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકો દાયકાઓથી પાકિસ્તાન સરકાર સામે બળવો કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં ચીને અહીં ઘણા પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાનથી તેના દેશમાં એક આર્થિક કોરિડોર બનાવી રહ્યું છે, જેમાં ગ્વાદર પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવાની યોજના છે. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો આ પ્રોજેક્ટનો ભાગ છે, જેનો બલૂચિસ્તાન લિબરેશન આર્મી વિરોધ કરી રહી અને સતત હુમલાઓ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button