મનોરંજન

Happy Birthday: Amitabh Bachhanને ગાયક બનાવનારા સંગીતકારનો આજે જન્મદિવસ

બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન પોતાના અવાજ માટે પણ એટલા જ લોકપ્રિય છે. તેમની ડાયલૉગ ડિલિવરી, ડાન્સિંગ સ્ટાઈલ જેમ યુનીક છે તેમ તેનો અવાજ પણ એટલો જ અલગ છે અને લોકોએ તેમને ગાયક તરીકે પણ ઘણા પસંદ કર્યા છે. પણ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ બચ્ચનના અવાજને કોઈએ ગીતમાં ઉપયોગ કરવાનું વિચાર્યું નહીં હોય, આવો વિચાર જે સંગીતકારને આવ્યો અને જેમણે આપણને અમિતાભ બચ્ચન નામનો ગાયક પણ આપ્યો. તે સંગીતકાર એટલે રાજેશ રોશન. રાકેશ રોશનના ભાઈ અને રીતિક રોશનના કાકાનો આજે જન્મદિવસ છે.

24 મે, 1955ના રોજ ખ્યાતનામ સંગીતકાર રોશનના ઘરે તેમનો જન્મ થયો. જોકે તેઓ બાર વર્ષના હતા ત્યારે પિતનું નિધન થયું. માતાને રાજેશની સંગીતશિક્ષાની ચિંતા થઈ. માતા તેને સંગીતકાર ફૈયાઝ અહેમદ પાસે લઈને પહોંચી. ફૈયાઝે તેને સંગીત શિખવાડ્યું અને ત્યારબાદ રાજેશ સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પાંચ વર્ષ જોડાયેલા રહ્યા.
ત્યારબાદ તેમણે સંગીતકાર તરીકે મહેમૂદની ફિલ્મ કુંવારા બાપમાં પહેલીવાર સંગીત આપ્યું.

આ ફિલ્મથી જ રાજેશ નવા પ્રયોગો કરવા માંડ્યા. આ ફિલ્મનું ગીત સજ રહી ગલી તેમણે 15 રિયલ કિન્નરોના અવાજમાં રેકોર્ડ કરાવ્યું હતું. જોકે રાજેશ રોશનને ઓળખ મળી 1975માં આવેલી ફિલ્મ જુલીથી. ફિલ્મના ગીતો આજે પણ લોકો સાંભળે છે.

kishor-kumar-usha-mangeshkar-and-rajesh-roshan

ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં સંગીત આવ્યું અને ઘણા લોકપ્રિય ગીતો આપ્યા. મિ. નટવરલાલનું સંગીત આપતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો અને તેમણે બચ્ચન પાસેથી એક ગીત ગવડાવ્યું. મેરે પાસ આઓ મેરે દોસ્તો. આમ તો આ ગીતમાં એક વાર્તા છે, પણ આ ગીત બહુ ફેમસ થયું. ત્યારબાદ બચ્ચને ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો.
રાજેશ રોશને ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.

ભાઈ રાકેશ રોશન સારો અભિનેતા અને ફિલ્મસર્જક છે, હવે તેની દીકરી પશ્મીના રોશન પણ અભિનેત્રી તરીકે ડેબ્યુ કરી રહી છે. રાજેશ રોશનને તેમના જન્મદિવસે શુભકામના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button