આ શું? 168 ઉંદર પકડવા રેલવે એ ખર્ચ્યા 69 લાખ રૂપિયા?

લખનઉ: ઉત્તર રેલવે ઊંદરોથી છુટકારો મેળવવા અનેક પ્રયાસો કર્યા છે. લાખો રૂપિયા પણ ખર્ચ કર્યા છે. અનેકવાર સમાચારોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રેલવેએ ઊંદરો પકડવા માટે 41 હજારનો ખર્ચ કર્યો છે એટલું જ નહિ પણ 3 વર્ષમાં 69 લાખ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
ઊંદરોના ત્રાસથી છુટકારો મળે તે માટે ઉત્તર રેલવે એ એક વર્ષમાં 23.2 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશ અંતર્ગત આ માહિતી પ્રાપ્ત થઇ છે. હવે લખનઉ મંડળે આ અંગે પ્રતિક્રિયા આપી ખુલાસો કરી આ વાતનું ખંડન કર્યું છે.
એક મીડિયા અહેવાલ મુજબ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ માહિતી ને ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવી છે. રેલેવ દ્વારા આપવામાં આવે જાણકારી મુજબ લખનઉ વિભાગ દ્વારા જંતુઓ અને ઊંદરનો પર નિયંત્રણ રાખવા માટેની જવાબદારી મેસર્સ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનની છે. આ ભારત સરકારની યોજના છે. જંતુઓ અને ઊંદરો પર નિયંત્રણ લાવવો એ એમનો ઉદ્દેશ છે. જેમાં ફ્લશિંગ, સ્પ્રે, સ્ટેબ્લિંગ અને સારસંભાળ. વંદા જેવા જંતુઓથી રેલવે માર્ગનું રક્ષણ કરવું અને રેલવેના કોચમાં ઊંદરોને પ્રવેશતા રોકવા વગેરેનો સમાવેશ થાય છે.
હવે ઊંદર પકડવા નહિ પણ તેને વધતા અટકાવવા એ અમારો ઉદ્દેશ છે એમ રેલવે એ જણાવ્યું હતું. ઊંદર અને કોક્રોચ સામે બચાવ કામગીરી તરીકે જંતુ નશકો ઉપરાંત ગાડીના કોચમાં અનેક કામો કરવામાં આવે છે. લખનઉ મંડળે જણાવ્યું હતું કે આ ખર્ચાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે.
ઊંદર પકડવા માટે રેલવે દ્વારા દર વર્ષે 23.2 રૂપિયા ખર્ચ્યા હોવાનું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ત્રણ વર્ષમાં 69 લાખ રૂપિયા ખર્ચી માત્ર 168 ઊંદર પકડ્યા છે. 25 હાજર ઊંદરો પર નિયંત્રણ રાખવા કોચ દીઠ 94 રૂપિયા ખર્ચ થતાં હોવાનું રેલવે અધિકારી કહી રહ્યા છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા આ માહિતી માંગવામાં આવી હતી. રેલવે દિલ્હી, અંબાલા, લખનઉ, ફિરોજપુર અને મુરાદાબાદ આ પાંચ વિભાગોમાંથી આ માહિતી મંગાવવા આવી હતી. જેમાંથી માત્ર લખનઉ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.