સ્પોર્ટસ

વરસાદમાં એશિયા કપની મેચ માટે મેદાન તૈયાર કરનારા ગ્રાઉન્ડ્સમેનોને મળ્યું ઇનામ

શ્રીલંકામાં વરસાદના કારણે એશિયા કપની મેચ લગભગ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી. જો કે, કોલંબો સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેને વરસાદ બંધ થયા બાદ તરત જ મેદાનને રમવા યોગ્ય બનાવી દીધું હતું. તેની મહેનત જોઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) અને શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ તેના પર ઇનામનો વરસાદ કર્યો છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહે કોલંબો અને કેન્ડીના ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેનને એવોર્ડની જાહેરાત કરી છે. એશિયા કપ 2023 દરમિયાન ઘણી મેચોમાં વરસાદ અવરોધ બન્યો હતો. આ સમયગાળા દરમિયાન, ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેને સખત મહેનત કરી અને કોઈક રીતે મેચો પૂર્ણ કરવામાં મદદ કરી. ACC અને SLC એ કોલંબો અને કેન્ડીમાં સમર્પિત ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેન માટે 50,000 અમેરિકન ડોલર (42 લાખ) ની ઈનામી રકમની જાહેરાત કરી છે.


જય શાહે રવિવારે ટ્વીટ કર્યું હતું કે ‘એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC)ને કોલંબો અને કેન્ડીમાં સમર્પિત ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેન માટે 50,000 અમેરિકન ડોલર (42 લાખ)ની ઈનામની રકમની જાહેરાત કરતાં ગર્વ છે. તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને એક અવિસ્મરણીય ટુર્નામેન્ટ બનાવી. તેમણે સુનિશ્ચિત કર્યું કે રોમાંચક ક્રિકેટ એક્શન માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button