મનોરંજન

Salman Khanને રિપ્લેસ કરશે આ કપૂર?

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? બહુચર્ચિત અને કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી ટીવી શો બિગ બોસ (Controversial Reality Tv Show Bigg Boss)ની એક અલગ જ ફેનફોલોઈંગ છે અને ટીવી ઓટીટી બંને વર્ઝન એટલા જ લોકપ્રિય છે. હવે બિગબોસની વાત હોય એટલે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Bollywood Actor Salman Khan)નું નામ તો ચોક્કસ જ આવે. પણ હવે શોના હોસ્ટને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

ટેલિવિઝનની સાથે સાથે બિગ બોસના ઓટીટી વર્ઝનને સલમાન ખાન હોસ્ટ કરી ચૂક્યા છે પણ હવે આ શોનો હોસ્ટ બદલાઈ રહ્યો છે અને મળી રહેલી માહિતી પ્રમાણે હવે ભાઈજાન નહીં પણ બોલીવૂડના ઝક્કાસમેન એટલે કે અનિલ કપૂર (Bollywoof Actor Anil Kapoor) હોસ્ટ કરશે એવી માહિતી સામે આવી રહી છે.


હાલમાં જ બિગ બોસ ઓટીટી 3ની એનાઉન્સમેન્ટ કરી છે. આ શો આવતા મહિને એટલે કે જૂનમાં શરૂ થઈ રહ્યો છે. મેકર્સે આ એક પ્રોમો પણ શેર કર્યો છે અને આ બધા વચ્ચે શોના હોસ્ટને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. બિગ બોસને લઈને તાજી તાજી માહિતી એવી સામે આવી છે કે આ વખતે બિગ બોસ ઓટીટી-3ને સલમાન ખાન (Bigg Boss OTT-3 Host Salman Khan) નહીં કરે.


ભાઈજાન ફિલ્મ સિકંદર શૂટિંગમાં વ્યસ્ત હશે જેને કારણે તે શોને હોસ્ટ નહીં કરી શકે અને અનિલ કપૂર (Bollywood Actor Anil Kapoor) આ શોને હોસ્ટ કરશે. મેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા પ્રોમોમાં પણ એવી હિન્ટ આપવામાં આવી છે કે આ સિઝનમાં સલમાન ખાનને બદલે અનિલ કપૂર શો હોસ્ટ કરી શકે એમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button