જેકી શ્રોફની દીકરીએ કરી નાખી મોટી જાહેરાત, જાણો શું છે મામલો?

મુંબઈ: પીઢ અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ તો પોતાના ડાન્સ, બોડી અને એક્શનની મદદથી બોલીવુડમાં પોતાનો પગદંડો જમવી જ ચૂક્યો છે અને હવે જેકી શ્રોફની દીકરી એટલે કે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
કૃષ્ણા ‘ખતરો કે ખિલાડી’ રિયાલિટી શૉની 14મી સિઝનથી શૉ-બિઝમાં આવવાની તૈયારીમાં છે. આ શૉ મારફત કૃષ્ણા પોતાનું કરિઅર શરૂ કરવાની તેની યોજના છે. આ શૉથી ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહેલી કૃષ્ણા જણાવે છે કે તે આ શૉમાં કન્ટેસ્ટન્ટ એટલે કે પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લેશે. પોતાની ઓળખ બનાવવા માટે તેમ જ દર્શકોને પોતાની સાથે જોડવા માટે આ શૉ એક સારું માધ્યમ હોવાનું કૃષ્ણાનું કહેવું છે.
કૃષ્ણાએ હાલમાં જ આવેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકો મારા વિશે ઘણા સવાલો પૂછે છે. તેઓ પૂછે છે કે શું હું ફિલ્મોમાં કામ કરવા માગું છું, શું હું કોઇ ફિલ્મમાં કામ કરી રહી છું, શું ભવિષ્યમાં હું કોઇ ફિલ્મ કરવાની છું? જોકે જીવનમાં પહેલા જ નક્કી કરી રાખ્યું હતું કે હું રિયાલિટી શૉમાં ભાગ લઇશ અને આ ક્ષેત્રમાં હું ઘણી કમ્ફર્ટેબલ પણ છું. હું આને લઇને ખૂબ જ શ્યોર છું. આ દર્શકોના એક મોટા વર્ગ સાથે જોડાવાનો એક મોટો ચાન્સ છે. આ મંચ પર આવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.
આ જ રિયાલિટી શૉ કેમ પસંદ કર્યો તે સવાલનો જવાબ આપતા કૃષ્ણા જણાવે છે કે આ શૉની થીમ મારા વ્યક્તિત્વ સાથે ખૂબ જ મેળ ખાય છે. મને મારા પિતાની પુત્રી અને ભાઇની બહેન તરીકેની ઓળખનો ખૂબ ગર્વ છે. મારી પાસે તેમનો વારસો છે અને મારો તેમની સાથે સંબંધ હોવો એ મારી માટે સન્માનની વાત છે.
આ પણ વાંચો : પાર્ટીમાં એક ડ્રિંક અને તબ્બુ-જેકી શ્રોફ વચ્ચે કાયમ માટે સંબંધો વણસ્યા, ક્યારેય એકબીજા સાથે ન કર્યું કામ
મેં હંમેશાં મારાથી મેળ ખાય તેવી વસ્તુઓ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું એવી વસ્તુ કરવા માંગુ છું જે ઑથેન્ટિક હોય અને શક્ય હોય. મને નથી લાગતું કે ખતરો કે ખિલાડી કરતાં વધુ યોગ્ય વસ્તુ આ માટે હોઇ શકે જે મારી બ્રાંડ માટે પરફેક્ટ છે. પિતા જેકી શ્રોફ અને ભાઇ ટાઇગર શ્રોફ હું આ શૉમાં આવું એ માટે ઇન્તેજાર કરી રહ્યા છે.
રોમાનિયામાં થનારી ખતરો કે ખિલાડીની આ સિઝનમાં કૃષ્ણા ઉપરાંત સુમોના ચક્રવર્તી, શિલ્પા શિંદે, અસીમ રિયાઝ, શાલીન ભનોટ, અભિષેક કુમાર, નિમૃત કૌર આહલુવાલિયા, કરણવીર મહેરા, કેદાર આશિષ મહેરોત્રા, અદિતી જેવા સેલિબ્રિટીઝ પણ ભાગ લેશે.