ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકામાં ટોર્નેડોએ પાંચનો ભોગ લીધોઃ ૩૫ ઘાયલ

ગ્રીનફિલ્ડઃ અમેરિકાના આયોવામાં ટોર્નેડોએ તબાહી મચાવી છે. ટોર્નેડોએ ગ્રીનફિલ્ડમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં પાંચ લોકોના મોત અને ૩૫ ઘાયલ થયા હતા. સેંકડો ઇમારતોને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટોર્નેડોના કારણે ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળે છે.

આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીએ જણાવ્યું હતું કે મંગળવારે ત્રાટકેલા ટોર્નેડોએ ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ચાર લોકોના જીવ લીધા હતા. તેમજ ઘાયલોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે એડમ્સ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે પાંચમું મોત કારમાં સવાર એક મહિલાનું થયું હતું.

તેણી ટોર્નેડોની ઝપટે ચઢી જતા મૃત્યુ પામી હતી. અધિકારીઓએ ગ્રીનફિલ્ડ વિસ્તારના પીડિતોના નામ જાહેર કર્યા નથી, કારણ કે તેઓ હજુ પણ સંબંધીઓને સૂચિત કરી રહ્યા હતા. જણાવાઇ રહ્યું છે કે ટોર્નેડો પીડિતોની સંખ્યા વધુ હોઇ શકે છે. ટોર્નેડોએ શહેરમાં વીજળી ઉત્પન્ન કરતી ઘણી પવનચક્કીઓને નષ્ટ કરી દીધી હતી. જેના લીધે કેટલાક ભાગોમાં હજારો લોકોના ઘરે વીજળી ગુલ રહી હતી.

આ પણ વાંચો: અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે…

એક્યુવેધરના મુખ્ય હવામાનશાસ્ત્રી જોન પોર્ટરે જણાવ્યું હતું કે ટોર્નેડો ૪૦ માઇલ (૬૪ કિલોમીટર) કરતાં વધુ સમય માટે જમીન પર હોવાનું જણાયું હતું. ગ્રીનફિલ્ડના ભાગોને નષ્ટ કરનાર ટોર્નેડોએ આયોવામાં સૌથી ખરાબ પરિસ્થિતિ ઊભી કરી હતી. જેનો હવામાન આગાહીકારોને ભય હતો. ગ્રીનફિલ્ડની ૨૫ બેડની હોસ્પિટલ ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં સામેલ હતી. જેમાં ઓછામાં ઓછા એક ડઝન જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. જે તમામને અન્યત્ર સુવિધાઓમાં લઇ જવા પડ્યા હતા.

હોસ્પિટલના અધિકારીઓએ બુધવારે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેનું વધુ મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી હોસ્પિટલ બંધ રહેશે અને સંપૂર્ણ સમારકામમાં અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે એકલા મંગળવારે તેને ૨૩ ટોર્નેડો અહેવાલો પ્રાપ્ત થયા છે. જેમાં મોટાભાગના આયોવામાં અને એક વિસ્કોન્સિન અને મિનેસોટામાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત