મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં બન્યું એવું કંઈક કે…
સોશિયલ મીડિયા વીડિયો થયો વાઈરલ
મુંબઈઃ મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં એક 14 વર્ષીય કિશોરે પિતાની કાર ચલાવીને એક સિનીયર સિટીઝનને અડફેટમાં લઈ લીધો હતો અને આ ઘટનાના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઈરલ થઈ રહીછે.
રોડ સેફ્ટીએ એ આપણા દેશમાં હંમેશાથી જ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં રોડ એક્સિડન્ટમાં થતાં મૃત્યુનું પ્રમાણ વધુ ગયું છે. ભારતમાં પણ દર વર્ષે દોઢ લાખ લોકો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. અલ્પવયીન લોકોને ડ્રાઈવિંગ કરતા રોકવા માટે સરકાર દ્વારા કડક પગલાં ઉઠાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં માતા-પિતા સંતાનો તરફ ધ્યાન આપતા નથી અને આવી જ એક ઘટના મુંબઈના ચાંદિવલી પરિસરમાં બની હતી.
ચાંદિવલીમાં એક ચૌદ વર્ષીય કિશોરે પોતાના પિતાની કાર ચલાવતી વખતે એક સિનીયર સિટીઝનને ટક્કર મારી દીધી હતી. આ એક્સિડન્ટ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
સીસીટીવી કેમેરામાં આ એક્સિડન્ટ રેકોર્ડ થયો હતો. કિશોરે ગાડી પરથી નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત થયો હતો, એવું વીડિયો જોતા લાગી રહ્યું છે. સોસાયટીમાંથી ગાડી બહાર કાઢતી વખતે કિશોરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પરથી પસાઈ થઈ રહેલાં વૃદ્ધ વ્યક્તિને અડફેટમાં લઈ લીધા હતા. ત્યાર બાદ આગળ જઈને પણ રસ્તી વાંકી-ચૂંકી સ્પીડમાં આગળ વધતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ કિશોરના માતા-પિતા પર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી નેટિઝન્સ દ્વારા કરવામાં આવી રહી છે.
A 14-year-old hits a senior citizen at Nahar Amrit Shakti Road, Chandivali. Senior citizen is now advised to go on bedrest for the next 3 months. Parents penalised for 5K. This is a major safety concern for pedestrians when parents hand over their cars to kids. @CPMumbaiPolice… pic.twitter.com/TzkIJsr3wl
— Chandivali Citizens Welfare Association (CCWA) (@ChandivaliCCWA) September 13, 2023
18 વર્ષની નીચેના લોકો વાહન ચલાવી શકે નહીં એવો નિયમ છે. તમારા ખુદના સંતાન હોય તો પણ આવી ભૂલ કરશો નહીં, કારણ કે કાયદા બનાવતી વખતે સંબંધો નહીં પણ વયને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે.