મનોરંજન

Amitabh Bachchanના ડુપ્લિકેટ Firoz Khanનું હાર્ટ એટેકથી નિધન…

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના હમશક્લ ફિરોઝ ખાન (Firoz Khan)એ બદાયું ખાતે આજે છેલ્લાં શ્વાસ લીધા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતી વખતે જ તેમનું મૃત્યુ થયુ હતું. મુંબઈથી એક્ટરના દીકરા અને દીકરી મોડી સાંજે બદાયુ પહોંચશે.

ફેમસ ફિલ્મી કલાકાર ફિરોખ ખાનનું નિધન પર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમણે ટીવી સિરીયલ ભાભીજી ઘર પર હૈ, જીજાજી છત પર હૈ, સાહબ, બીબી ઔર બોસ, હપ્પુ ઉલ્ટન પલ્ટન, શક્તિમાન, અદનાન સામીના ગીત થોડી સી તો લિફ્ટ કરા દે સહિત અનેક ફિલ્મો અને ગીત તેમ જ નાટકમાં કામ કર્યું હતું. ગુરુવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ જાય એ પહેલાં જ તેમનું નિધન થઈ ગયું હતું.

આ પણ વાંચો : ગઈકાલે મતદાન કર્યા બાદ Amitabh Bachchanએ ફેન્સને સમજાવ્યો ‘મત’નો અનોખો અર્થ…

ફિરોઝ ખાને મતદાતાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે બદાયુ ક્લબમાં મતદાતા મહોત્સવમાં છેલ્લું પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે બિગ બીના ડાયલોગથી લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. આજે તેમના નિધનના સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button