રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત, વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલ
અમદાવાદ: ગુજરાતમાં ગત વર્ષે આવેલા ભયાનક ચક્રવાતનો જબરદસ્ત રીતે સામનો કર્યો હતો. બિપરજોયમાં એક પણ જાનહાનિ થઈ નહોંતી. પરંતુ રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત થતા વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં નહાતી વખતે ડુબવાની સૌપ્રથમ ઘટના નવસારીના દાંડી બિચ પર થઈ હતી.
રાજસ્થાનથી આવેલા પરિવારે તેમના કેટલાક સભ્યોના જીવ ગુમાવવા પડ્યા હતા. ત્યાર બાદ નર્મદા જિલ્લામાં સામે આવી હતી, જ્યાં સુરતના એક પરિવારના 6 સભ્યો ડૂબી ગયા હતા. જ્યારે ભાવનગરમાં એક સાથે 4 બાળકીઓના મોતથી સવાલ ઉભા થયા રહી રહ્યા છે કે આ તમામ મોત માટે કોણ જવાબદાર છે?
આ પણ વાંચો : મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નહાવા પહેલા 3 બાળકોના મોત, જિલ્લામાં એક જ સપ્તાહમાં બીજી ઘટના
રાજ્યમાં ગત 11 દિવસોમાં અડધો ડઝનથી વધુ ડૂબવાના કેસ સામે આવી ચુક્યા છે. આ મોતને લઈને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ગુજરાત પોલીસના ડીજીપી વિકાસ સહાયએ તમામ જિલ્લા પોલીસ વડાઓ પાસે આ અંગે રિપોર્ટ માંગ્યો છે. શહેરો અને ગામોના તળાવ, જળાશયો પર પુરતી વોર્નિગ અને સુરક્ષા વ્યવસ્થા કેમ નથી?
અત્યાર સુધી ડુબવાની જેટલી પણ ઘટનાઓ સામે આવી છે, ત્યાં તે બાબત સામે આવી છે કે સુરક્ષા વ્યવસ્થાઓનો સંપૂર્ણ અભાવ હતો. આ તળાવોમાં નહાવા પડેલા કિશોરો અને યુવકો તળાવના ઉંડાણનું માપ કાઢી શક્યા નહોંતા જેના કારણે આ દુર્ઘટનાઓ બની હતી. મોરબી બ્રિજ અને વડોદરાના હરણી બોટ દુર્ઘટના બાદ હાઈકોર્ટે તમામ જળાશયો અને પિકનિક સ્પોટ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરતા અને ચેતવણી દર્શાવતા બોર્ડ નહીં લગાવવાને લઈ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.