‘હીરામંડી’ની આ અભિનેત્રીના ફેન બન્યા બ્રિટિશ વડાપ્રધાન! તસવીરો થઈ રહી છે વાયરલ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલા હાલમાં જ ફિલ્મ ‘હીરામંડી’માં જોવા મળી હતી. મનીષા કોઈરાલા આ સિરીઝમાં મલ્લિકાજાનના રોલમાં જોવા મળી હતી. આ દરમિયાન મનીષા કોઈરાલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. હકીકતમાં, તાજેતરમાં જ મનીષા કોઈરાલા યુકે અને નેપાળ વચ્ચેની મિત્રતા સંધિના 100 વર્ષ પૂરા થવા પર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના ઘરે પહોંચી હતી.
આ પણ વાંચો: યુકેના પીએમ ઋષિ સુનકની ધૂમ્રપાન પર પ્રતિબંધની યોજના માટે વિરોધનો સૂર
બ્રિટિશ વડાપ્રધાન અને મનીષા કોઈરાલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો મનીષા કોઈરાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં મનીષા કોઇરાલાએ લખ્યું, ‘યુનાઇટેડ કિંગડમ અને નેપાળ સંબંધો અને અમારી મિત્રતા સંધિના 100 વર્ષની ઉજવણી કરવા માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આમંત્રિત થવું સન્માનની વાત છે. વડા પ્રધાન ઋષિ સુનકને આપણા દેશ નેપાળ વિશે પ્રેમથી બોલતા સાંભળીને ખૂબ આનંદ થયો…. મેં વડાપ્રધાન અને તેમના પરિવારને એવરેસ્ટ બેઝ કેમ્પની મુલાકાત લેવા આમંત્રણ આપવાની સ્વતંત્રતા લીધી હતી. અભિનેત્રીએ એ પણ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આવેલા મોટાભાગના મહેમાનોએ તેની વેબસિરીઝ હીરામંડી જોઈ હતી.
મનીષા કોઈરાલાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર છ તસવીરો શેર કરી છે. અમુક તસવીરોમાં તે બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે પોઝ આપતી જોવા મળી હતી. અન્ય તસવીરોમાં તે અન્ય લોકો સાથે જોવા મળી હતી. સુનક સાથએ મુલાકાત દરમિયાન અભિનેત્રી બ્લેક પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી હતી.