નેશનલ

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુશળધાર વરસાદ: આજે આ રાજ્યમાં પડશે ભારે વરસાદ

નવી દિલ્હીઃ દેશના કેટલાક રાજ્યમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક રાજ્ય હજી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન મઘ્ય પ્રદેશ સહિત રાજસ્થાનમાં હાલમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. મઘ્ય પ્રદેશમાં જોરદાર વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. જોકે વરસાદને કારણે લોકોને ગરમી થી રાહત મળી છે. ત્યારે આજે પણ કેટલાંક રાજ્યમાં મૂશળધાર વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

મઘ્ય પ્રદેશમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે ત્યાંની પરિસ્થિતિ વિકટ બની છે. અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નદીઓ તેમની સપાટીનું ઉપર વહી રહી છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી જતાં લોકોને ભારે કનડગત ભોગવવી પડી રહી છે. આજે પણ ઘણાં જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આજે 17મી સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હી સહીત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર ના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીમાં હવામાનમાં પલટો આવતાં હલકો હલકો વરસાદ થઈ રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આજે પણ વરસાદની આગાહી છે. 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. ઉપરાંત ઉત્તરાખંડમાં પણ 20મી સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી છે.

ઉત્તર પ્રદેશમાં પણ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે મૂશળધાર શકયતાઓ છે. તેથી લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. રાજસ્થાનમાં પણ છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. આવતા 24 કલાકમાં રાજસ્થાનના ઉદયપુર અને કોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button