આ કારણે મહારાષ્ટ્રની સુગર મિલોએ બંધ કર્યું પ્રોડક્શન
મુંબઇઃ મહારાષ્ટ્રની તમામ 207 Sugar મિલોએ 11.02 મિલિયન ટન (mt) ખાંડનું વિક્રમી ઉત્પાદન બાદ પિલાણની કામગીરી અટકાવી દીધી છે અને કામ બંધ કર્યું છે. આ વખતે શેરડીના વિસ્તારમાં વધારો અને સારી રિકવરી થવાને કારણે દેશમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે. ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં 11.02 મિલિયન ટન (mt) ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે, જે અગાઉની સિઝનની સરખામણીમાં 0.49 મિલિયન ટનનો વધારો દર્શાવે છે. ઇન્ડસ્ટ્રીએ કેન્દ્રને ખાંડ પરનો નિકાસ પ્રતિબંધ હટાવવા અને 2024-25ની સિઝન માટે ઇથેનોલના ઉત્પાદન પરના નિયંત્રણોને હળવા કરવા વિનંતી કરી રહ્યા છે જેથી ખાંડના ભાવમાં ઘટાડો અટકાવી શકાય અને બજારની ઉપલબ્ધતા જાળવી શકાય.
દેશનું સૌથી મોટું ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર છે, જ્યારે બીજા ક્મનું સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને દેશનું ત્રીજું સૌથી મોટું ખાંડ ઉત્પાદક રાજ્ય કર્ણાટક છે.