જૈન મરણ
શ્ર્વેતાંબર જૈન
પાટણના હાલ મલાડ, કોકીલાબેન અજીતભાઈ દલાલ (ઉં. વ. ૭૬) તે કમલાબેન મણીલાલભાઈ ઝવેરીના પુત્રી. અજીતભાઈના પત્ની. સ્વ. વસુમતીબેન તલકચંદભાઈ ભીખાચંદભાઈ દલાલના પુત્રવધૂ. વિરલ, અર્ચનાના માતુશ્રી. બીજલબેન અને બીજલકુમારના સાસુ. રિયા અને મોક્ષીના દાદી. યશ અને વિહાનના નાની ૨૦ મે ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણાગઢ નિવાસી હાલ નાલાસોપારા, સ્વ. અરૂણભાઈ કેશવલાલ દોશીના ધર્મપત્ની શોભનાબેન (ઉં. વ. ૭૩). તેઓ વિરાજ અને આશિષના માતુશ્રી. જયશ્રી તથા શોભાના સાસુ. સ્વ. કેશવલાલ મગનલાલ દોશીના પુત્રવધૂ. સ્વ. વ્રજલાલ હીરાચંદ શાહના દીકરી. વિધિ, પ્રીશા, આદિત તથા ઝિથાના દાદી ૨૧-૫-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૩/૧, ઝાલાવાડ પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (પૂર્વ).
ક.વિ.ઓ. જૈન
લાકડીયાના મોંઘીબેન ખેતસી હરગણ ગડ્ડા (ઉં. વ. ૯૪) ૨૧-૫-૨૪ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. રમેશ, પ્રવિણ (લોકમાન્ય), સ્વ. કાંતીભાઈ, મનસુખભાઈ, વેજબાઈ, મોંઘીબેન, શાંતીબેન, પુષ્પાબેન, સ્વ. મણીબેન, અરૂણાબેનના માતુશ્રી. તે ખારોઈ નિવાસી દેસરીબેન કરસનભાઈ ભારમલના દીકરી. સ્વ. ગોપાલ, પોપટ, પાલણના બેન. તે અમીત, રૂષભ, હિત, નીકીતા, અવની, રીટા, સમતા, નિષીતાના દાદી. બધા પક્ષની પ્રાર્થનાસભા ૨૩-૫-૨૪, ગુરુવાર સમય ૨થી ૩.૩૦. સ્થળ: કરસન લધુ હોલ, દાદર વેસ્ટ.
સુડતાળીસ જ્ઞાતિ જૈન
ઊંઢાઈ નિવાસી, હાલ-વિલેપાર્લે (વેસ્ટ) ગં.સ્વ. નિર્મળાબેન જયંતીલાલ શાહ (ઉં.વ. ૮૩) તા. ૨૧-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જયંતીલાલ શાહના પત્ની. સ્વ. ચંચલબેન શાહના પુત્રવધૂ. જયેશભાઈ તથા સુનીલભાઈના માતા તથા નયનાબેન અને કામીનીબેનના સાસુ. પિયરપક્ષે વડનગરવાળા ભોગીલાલ હરગોવિંદદાસ શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૪, ગુરુવારના રોજ સાંજે ૪થી ૬. સ્થળ: અમૃતબાગ, બજારરોડ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૫૬.
માંગરોલ જૈન
માંગરોલના, હાલ મુંબઈ નિવાસી, સ્વ. વેણાબેન રતિલાલ ચત્રભુજ કામદારના સુપુત્ર શ્રી રસિકભાઈ (ઉં.વ. ૯૦) તા. ૧૭-૫-૨૪ રોજ અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ તથા સ્વ. ભગવાનદાસ, સ્વ. ચંદ્રિકાબેન વિધુભાઈ શાહ, પ્રમોદભાઈ તથા ભારતીબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
આધોઈના ચાંપશી ભચુ કારીયા (ઉં. વ. ૭૯) રવિવાર, ૧૯-૫-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી ખેતઈબેન લખમણ કારીયાના સુપૌત્ર અને માતુશ્રી ઉમાબેન ભચુ કારીયાના પુત્ર. ગોરીબેનના પતિ. ઉમરશી, ગં. સ્વ. જશુ, ગુણવંતી, ગં. સ્વ. લાડુ, ભાનુના ભાઈ. શાંતાના જેઠ. સ્વ. કુંવરબેન ગોપાલ ચાંપશી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૨૦૪/૬, વિનય નગર, મીરા રોડ. પ્રાર્થના રાખેલ નથી.
સુવઈના સ્વ. ભીમશી રામજી છાડવા (ઉં. વ. ૮૭) ૨૦-૦૫-૨૪, મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. હિમાબેન રામજી પૂંજા છાડવાના પુત્ર. સ્વ. મીણાબેનના પતિ. નવીન, વસનજી, શાંતિ, ભારતી, નવલ, ગોમતી, મંજુલા, મધુના પિતાશ્રી. કાંતા, અમૃત, ખીમજી, પ્રવિણ, દામજી, દામજી, સ્વ. નવીન, પ્રવીણના સસરા. ભરૂડિયાના સ્વ. ભાવલબેન દેસર જેઠા સત્રાના જમાઈ. પ્રાર્થના ૨૩-૫-૨૪, ગુરુવાર સમય: ૧૦-૩૦ થી ૧૨. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળીની સામે, થાણા. ઠે. ૬૦૨, કલા સાગર, ઝવેર રોડ, મુલુંડ (વે).
પોરબંદર દશા શ્રીમાળી જૈન
અ. સૌ. રંજન નરેન્દ્ર દુર્લભદાસ ભણસાલી (ઉં. વ. ૭૯) તેઓ ચેતન તથા નિખિલનાં માતુશ્રી. સૌ. પંક્તિ તથા સૌ. પૂજાનાં સાસુ. જહાન્વીના દાદી. મહેન્દ્ર દુર્લભદાસનાં ભાભી. અ. સૌ. જયશ્રીના જેઠાણી. તેઓ માંગરોળના સ્વ. વીણાકુંવર તથા સ્વ. નરભેરામ સવચંદ શાહના પુત્રી રવિવાર, ૧૯-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩-૫-૨૪નાં સાંજે ૫.૩૦ થી ૭. ઠે. સંન્યાસ આશ્રમ, વિલેપારલે (વે.). લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
થાનગઢ નિવાસી, હાલ બોરીવલી સ્વ. પ્રભાબેન કનૈયાલાલ પારેખના પુત્ર દિપક (ઉં. વ. ૬૫) તે નીતાના પતિ. દર્શીત તથા ક્રિના આલાપ ગોસરના પિતાશ્રી. હેમંત મુકેશ તથા અલ્પા દિવ્યેશ ટોળીયાના ભાઈ. તે છબીલદાસ ટી. શેઠના જમાઈ ૨૧-૫-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૪-૫-૨૪, શુક્રવારના ૪ થી ૬. ઠે. મહાવીર બેંકવેટ, પંચશીલ હાઈટની બાજુમાં, મહાવીર નગર, કાંદીવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના કલ્પના સાવલા (ઉં.વ. ૬૫) ૨૦-૫ના અવસાન પામેલ છે. ગંગાબાઇ દેવજીના પુત્રવધૂ. વસંતના પત્ની. સમીર (મોન્ટુ)ના મમ્મી. હેમકુંવર જાદવજીના પુત્રી. કેતન, કુંદરોડી ઉષા, કિર્તીના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦ ક. નિ. વસંત દેવજી સાવલા, સી. ૩૦૧, શીવમ સોસાયટી, જે.એસ. રોડ, દહીંસર (વે).
વાંઢના લક્ષ્મીચંદ ગણશી નંદુ (ઉં.વ. ૮૦) તા. ૨૧-૫-૨૪ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. પાનબાઈ ગણશી પાલણના સુપુત્ર. સ્વ. મુલચંદ, મગનલાલ (મણીલાલ)ના ભાઈ. ગામ તલવાણાના સ્વ. લધ્ધીબાઈ પદમશી કાથડ દેઢિયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મગનલાલ ગણશી નંદુ, ૬૦૧, મેહુલ ટાવર, નિયર ચિલ્ડ્રન્સ એકેડમી સ્કૂલ, અશોકનગર, કાંદીવલી (ઇસ્ટ).
રતાડીયા (ગ.) ના ચંચળ (લક્ષ્મી) પ્રવીણચંદ્ર સાવલા (ઉં.વ. ૮૦) તા. ૨૧-૫ના અવસાન પામેલ છે. દેવકાબેન મેઘજી શીવજી સાવલાના પુત્રવધૂ. પ્રવીણચંદ્રના ધર્મપત્ની. ટોડા પાનબાઇ હરશી માણેક સંગોઇના સુપુત્રી. વશનજી, જાદવજી મુલચંદ, જયા (કુંવરબાઇ)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવાની નમ્ર વિનંતી. ઠે. પ્રવીણભાઇ સાવલા, શકુંતલા સ્મૃતિ, ગુપ્તે રોડ, ડોંબિવલી (વેસ્ટ).
કાંડાગરાના દેવજી દામજી દેરાજ ગાલા (ઉં.વ. ૮૪) તા. ૨૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ઝવેર દામજી દેરાજના પુત્ર. મંજુલાના પતિ. નલીની, અલ્પાના પિતાશ્રી. નાની તુંબડીના જ્યોતિકા અમૃતલાલ બૌઆ, મોટા આસંબીયાના કાંતા જયંતીલાલ ગડા, નાગલપુરના ચંદ્રપ્રભા ધીરજલાલ મોતાના ભાઇ. મેરાવાના વાલબાઇ મેઘજી ભવાનજીના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રા. નીલમ નગર, જૈન દેરાસર હોલ, ફ્રેસ-૨, મુલુંડ (ઈ), મું.૮૧. સાંજે ૪ થી ૫.૩૦. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. નલીની જોસેફ, એ/૯૦૩, મુક્તિ હા. સો., ઇ. એક્સ. હાઇવે, મલુંડ (ઇ).
કોટડા રોહાના કિશોર કરમશી નાગડા (ઉં.વ. ૬૨) તા. ૨૦-૫ના અવસાન પામ્યા છે. વેજબાઈ કરમશીના પુત્ર. દમયંતીના પતિ. વૈશાલી, નૈનેષના પિતાશ્રી. કાંતિલાલ, કિર્તી, ચંદનના ભાઈ. કોટડાના કસ્તુરબેન મેઘજી ગાલાના જમાઈ. પ્રા.શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. ૪ થી ૫.૩૦. નિ. નૈનેશ નાગડા, પામ એકર્સ સો., પ્રતિક્ષાનગર, કોલીવાડા, સાયન, મું. ૨૨.
કપાયા હાલે લાખાપુરના માતુશ્રી કસ્તુરબેન ચુનીલાલ છેડા (ઉં.વ. ૮૦) તા. ૨૦-૫-૨૪ના લાખાપુર મધ્યે અવસાન પામેલ છે. તે સોનબાઇ શીવજીના પુત્રવધૂ. ચુનીલાલ શીવજીના ધર્મપત્ની. લાખાપુરના માતુશ્રી પુરબાઇ દામજી પાસુ ગાલાના સુપુત્રી. કારાઘોઘાના ઉમરબાઇ વિજપાર, પત્રીના મણીબેન કાંતીલાલ, વડાલાના પાનબાઇ કુંવરજી, કારાઘોઘાના મઠાબાઇ રાઘવજી, સમાઘોઘાના સાકરબેન ચાંપશી, કાંડાગરાના હેમકુંવર ભવાનજી, ગુંદાલાના સંતોક (સુશીલા) જેન્તીલાલ, લાખાપુરના ઝવેરબેન રસીકલાલના બહેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. સી/ઓ. રસીકલાલ નાનજી સતરા, લાખાપુર, તા. મુન્દ્રા, કચ્છ.
દશા શ્રીમાળી સ્થા જૈન
થોરડી નિવાસી હાલ ભાયંદર સ્વ. રમાબેન રમણીકલાલ ચાવડાના પુત્ર રાજેન્દ્રભાઇ ચાવડા (ઉં.વ. ૬૦) તે ૧૮/૫/૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે રૂપાના પતિ. માધુરી, જેસલ અમિત ગીરી, વિરલના પિતા. સ્વ. સરોજબેન લલિત શાહ, મુકેશભાઈ, વિજયભાઈના મોટાભાઈ. મહુવા નિવાસી હાલ મલાડ સ્વ. સવિતાબેન જશવંતરાય મહેતાના જમાઈ. બંને પક્ષની સાદડી ૨૩/૫/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે સ્વામિનારાયણ મંદિર, પહેલે માળે, સાઈબાબા હોસ્પિટલની પાછળ, બીપી રોડ, ભાયંદર પૂર્વ.