આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૨૩-૫-૨૦૨૪, બુધ પૂર્ણિમા, કુર્મ જયંતી,
ભારતીય દિનાંક ૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૫
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો,માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૯-૧૪ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક.૧૨-૦૩,રાત્રે ક.૨૩-૫૩
ઓટ: સાંજે ક.૧૮-૦૩, મધ્યરાત્રિ પછી ક.૦૫-૪૬ (તા.૨૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – પૂર્ણિમા. બુધ પૂર્ણિમા, કુર્મ જયંતી, વૈશાખ સ્નાન સમાપ્તિ, વ્રતની પૂનમ, અન્વાધાન, વિષ્ટિ ક. ૦૭-૧૦ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: કુળદેવી-દેવતા પૂજન, તીર્થયાત્રાનો મહિમા, વ્રતની પૂનમનો ઉપવાસ, ઈન્દ્રપૂજા, અગ્નિપૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, ધાન્ય ઘરે લાવવું, નવા વસ્રો, આભૂષણ, પશુ લે-વેંચ, નાગકેસરના ઔષધીય પ્રયોગો, પ્રયાણ શુભ, મહેંદી લગાવવી, વસ્રો, આભૂષણ, વાહન, યંત્ર, દસ્તાવેજ, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, નામકરણ દેવદર્શન, અન્નપ્રાશન, પ્રાણી પાળવા, શાંતિ-પૌષ્ટિક સર્વશાંતિ, હરિદ્વાર, પ્રયાગ, ઋષિકેશ, નાશિક, ત્ર્યંબક, અયોધ્યા આદિ તીર્થોમાં સ્નાનનો મહિમા.
આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ ઉડાઉ સ્વભાવ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભી સ્વભાવ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય, શુક્ર-ગુરુ યુતિ મળતાવડો સ્વભાવ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ અધ્યાત્મમાં રુચિ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, શુક્ર-ગુરુ યુતિ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (વૈશાખી પૂર્ણિમા યોગ)
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર