અમદાવાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ના ઓપનર અને આઇપીએલની વર્તમાન સીઝનમાં સૌથી વધુ 741 રન બનાવનાર વિરાટ કોહલીએ વધુ એક વિક્રમ પોતાના નામે કર્યો છે. આઇપીએલના ઇતિહાસમાં વ્યક્તિગત રીતે કુલ 8,000 રન બનાવનાર તે પહેલો જ ખેલાડી છે.
કોહલીએ બુધવારે અમદાવાદમાં રાજસ્થાન (RR) સામેની એલિમિનેટરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના નામે 8,004 રન છે.
કોહલીના 8000-પ્લસ રનમાં હાઇએસ્ટ આઠ સેન્ચુરી અને પંચાવન હાફ સેન્ચુરી છે. 252 મૅચમાં તે 10 વખત ઝીરોમાં આઉટ થયો છે. તેણે કુલ 272 સિક્સર અને 705 ફોર ફટકારી છે. 131.97 તેનો સ્ટ્રાઇક-રેટ અને 38.66 તેની બૅટિંગ-ઍવરેજ છે.
આઇપીએલમાં 2016ની સીઝન તેના માટે સર્વશ્રેષ્ઠ હતી. એમાં તેણે 973 રન બનાવ્યા હતા. 2024ની સીઝન તેની સેક્ધડ-બેસ્ટ બની ગઈ. જોકે તેની કમનસીબી એ છે કે અઢળક રન બનાવવા છતાં આરસીબી હજી સુધી એક પણ ટ્રોફી નથી જીતી શક્યું.
કોહલીએ તાજેતરમાં જ એક જ મેદાન પર 3,000 રન પૂરા કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો.