ફન વર્લ્ડ
![](/wp-content/uploads/2024/05/FUN-12.jpg)
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
सोंग અનુકૂળ
सोई લત લાગવી
सोकणे નિર્મળ
सोईस्कर સગવડ
सोज्वळ ઢોંગ
ઓળખાણ પડી?
મ્યુઝિક અને મોડલિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી અમેરિકન કલાકારની ઓળખાણ પડી? તાજેતરમાં એ અંબાણી પરિવારના જલસામાં સામેલ થવા ભારત આવી હતી.
અ) ટેલર સ્વિફ્ટ બ) રિહાના ક) બિયોન્સ ડ) લેડી ગાગા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના એકમાત્ર મામાની એકમાત્ર સગી બહેનની દીકરી પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) માસી બ) મામી ક) બહેન ડ) ભાણેજ
જાણવા જેવું
કોલસો એટલે લાકડાનો અથવા બીજી કોઇ વસ્તુનો અરધો બળેલો ભાગ, ઇટાળો અથવા ઓલવાયેલો અંગારો. જમીનમાં દટાઇ ગયેલી વનસ્પતિ જમીનની પેટાની ગરમીને લીધે બળી જઇ જે કાળો ખનીજ પદાર્થ બને છે તે કોલસો કહેવાય છે. લાકડાનો કોલસો ખાણના કોલસા કરતાં હલકો હોય છે. તેને બૂચનાં જેવા છિદ્ર હોવાથી પાણીમાં તરી શકે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ચોક્કસ પ્રકારની વૃત્તિ સંતાઈને બેઠી છે એ શોધી
કાઢો જોઉં.
વિગતવાર કહેવાની દાનત નથી, કથા એક પણ તર્કસંગત નથી.
નોંધી રાખો
જીવનમાં ખોટા માણસો તરત ઓળખાઈ જાય એવું બને, પણ સાચા માણસોને જીવન પર્યંત ઓળખી ન શકાય એવું બનતું હોય છે.
માઈન્ડ ગેમ
કઈ નામવંત ભારતીય મહિલા ક્રિકેટરના જીવન પર આધારિત ‘ચકદા એક્સપ્રેસ’ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી એ જણાવો.
અ) મિતાલી રાજ ૨) હરમનપ્રીત કૌર
૩) ઝૂલણ ગોસ્વામી ૪) શુભાંગી કુલકર્ણી
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
कवळी દાંતનું ચોકઠું
कवटी ખોપરી
कवडी કોડી
काकण બંગડી
कासार કંસારો
ગુજરાત મોરી મોરી રે
પિતા
ઓળખાણ પડી?
સુનિતા વિલિયમ્સ
માઈન્ડ ગેમ
ઈટલી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મીન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મૈઠિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હિના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ ટોલિયા (૪૦) ભાવના કર્વે (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીતા પટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ. મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૦) કિશોર બી. સંઘરાજકા (૫૧) નંદકિશોર સંજાણવાળા