આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ તીવ્ર બન્યુંઃ 10,000 ગામને ટેન્કરનો આશરો

મુંબઈ: હાલની કાળઝરતી ગરમીમાં દરેક જગ્યાઓએ પાણીની તંગી શરૂ થઈ ગઈ છે. પાણીના સ્ત્રોત સંપૂર્ણપણે સુકાઈ ગયા હોવાથી અને નાના ડેમોમાં પાણીનો સંગ્રહ ઘટ્યો હોવાથી ૨૩ જિલ્લાના લગભગ ૧૦,૦૦૦ ગામડાને ૩,૫૦૦ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઘાસચારાની અછતને કારણે પશુધન સંકટમાં છે. હવે રાજ્યમાં દુષ્કાળને ગંભીરતાથી જોવામાં આવે તેવી માંગ ખેડૂત સંગઠનો કરી રહ્યા છે.

સ્થાનિક જળસ્ત્રોતો ઘટવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરોની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. પાણી પુરવઠા વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ૨૩ જિલ્લાઓના ૨,૮૦૦ ગામો અને ૭,૨૦૦ વાડીઓને ૯૫ સરકારી અને ૩,૪૦૦ ખાનગી ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.


છત્રપતિ સંભાજીનગર એટલે કે મરાઠવાડામાં પાણીની અછત અને દુષ્કાળની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીંના ૧,૨૦૦ ગામો અને ૫૦૦ વાડીઓમાં ૧,૭૫૦ ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. તેમાં એકલા શિવાજીનગર જિલ્લાના ૬૫૬ ગામો અને વાડીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મુંબઈગરા માટે મહત્ત્વના ન્યૂઝઃ જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?

પાણી અને ઘાસચારાની અછતના કારણે ખાસ કરીને દૂધ ઉત્પાદક ખેડૂતો સંકટમાં મુકાયા છે અને તાત્કાલિક ધોરણે ઘાસચારા કેમ્પ શરૂ કરવા માંગ ઉઠી છે.


મરાઠવાડામાં પાણીના અભાવે ભીના ચારાની સમસ્યા ગંભીર છે. દૂધના સારા ભાવના અભાવે ખેડૂતોએ પશુધન વેચવાનું શરૂ કર્યું છે. ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો પાણી માટે આંદોલન પણ કરી શકતા નથી અને તંત્ર સાંભળતું નથી તેવી સ્થિતિ છે. કિસાન સભાના રાજ્ય મહાસચિવ અજિત નવલેએ માંગ કરી હતી કે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા પછી પણ અછતને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ