Dhanshree Vermaએ દેસી અંદાજમાં બનાવી રીલ, એક્ટરે આપ્યું આપ્યું આવું રિએક્શન…

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Cricketer Yuzvendra Chahal) કરતાં તો તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanshree Verma) ખૂબ જ ચર્ચામાં રહે છે. ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ડાન્સના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. આ સિવાય વર્લ્ડકપ દરમિયાન ટીમ ઈન્ડિયાના જ ખેલાડી શ્રેયસ અય્યર (Shreyas Iyer)ની સાથે પણ તેનું નામ જોડાઈ ચૂક્યું છે.
હવે સોશિયલ મીડિયા પર ધનશ્રીનો એક વીડિયા વાઈરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે, પણ એક્ટરે પણ તેના આ વીડિયો પર રિએક્શન આપ્યું છે… આવો જોઈએ આખરે એવું તે શું ખાસ છે ધનશ્રીની આ રીલમાં…
વાત જાણે એમ છે કે ધનશ્રીએ રાજકુમાર રાવ (Rajkumar Rao) અને જહાન્વી કપૂર (Janhvi Kapoor)ની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિઝ માહી (Film Mr. & Mrs. Mahi)ના ગીત દેખા તેનુ પહેલી પહેલી બાર વે… પર દેસી લૂકમાં રીલ બનાવી છે. ચહલની વાઈફ ધનશ્રીની આ રીલ પર રાજકુમાર રાવ (Rajkumar Rao)એ રિએક્શન આપ્યું છે. રાજકુમાર રાવે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ રીલ શેર કરીને શુક્રિયા ધનશ્રી લખ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના આશરે 62 લાખ જેટલા ફોલોવર્સ છે અને આ સિવાય બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેની તગડી ફેનફોલોઈંગ છે. ધનશ્રી એક કોરિયોગ્રાફર છે અને તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થતાં હોય છે.
યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 13 આઈપીએલ મેચમાં 17 વિકેટ લીધી છે. જ્યારે 158 મેચમાં તેણે 204થી વધુ વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી તરીકે પણ ચહલનું જ નામ લેવાય છે. ટી20 વર્લ્ડકપ-2024 માટે પણ ચહલની પસંદગી કરવામાં આવી છે.