SSC Result: આ દિવસે આવશે SSCનું રિઝલ્ટ, બોર્ડના અધ્યક્ષે આપી મહત્ત્વની માહિતી…
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન (Maharashtra State Board of Secondary & Higher Secondary Education) દ્વારા ગઈકાલે 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી જ લોકોને એવો પ્રશ્ન પડી રહ્યો હતો કે આખરે 10મા ધોરણનું પરિણામ (SSC Result) ક્યારે જાહેર કરવામાં આવશે? હવે બોર્ડ દ્વારા એસએસસીનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે એની માહિતી આપવામાં આવી છે.
Also Read – 11th Std Admission Process: વિદ્યાર્થીઓ શુક્રવારથી ભરી શકશે અરજીનો પહેલો ભાગ…
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આ બાબતે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે મે મહિનાના ચોથા અઠવિડયામાં એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં બોર્ડ દ્વારા રિઝલ્ટની ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 27મી મેના રોજ દસમા ધોરણનું રિઝલ્ટ આવશે એવી માહિતી સામે આવી રહી છે. બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીએ પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી માર્ચથી 26 માર્ચ વચ્ચે દસમાની પરિક્ષા લેવામાં આવી હતી અને આ વખતે કુલ 16,09,444 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા રિઝલ્ટની તારીખ જાહેર કરવામાં આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓને રિઝલ્ટની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન (Maharashtra State Board of Secondary & Higher Secondary Education)ના અધ્ય શરદ ગોસાવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ બાબતની માહિતી વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવશે. દસમા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવાનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હોવાનું પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એસએસસીના વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક પરિણામ જાહેર કરવામાં આવે એની રાહ જોઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ mahahsscboard.in, mahresult.nic.in, msbshse.co.in વેબસાઈટ પર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. પહેલાં ઓનલાઈન રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને એના થોડાદ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે, એવું પણ અધિકારીએ વધુંમાં જમાવ્યું હતું. ગઈકાલે જાહેર કરવામાં આવેલા બારમા ધોરણના પરિણામમાં તો છોકરીઓએ બાજી મારી હતી ત્યારે દસમા ધોરણના પરિણામમાં કોણ બાજી મારે છે એ જોવું રહ્યું…