અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પરથી પકડાયેલા આઇએસઆઈએસના(ISIS) ચાર આતંકી બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2024ની(IPL 2024) ક્વોલિફાયર -1 અને એલિમિનેટર મેચ રમાઇ રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મંગળવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચ રમાવાની હતી. જેના પગલે મંગળવારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ગુજરાત કોલેજનું મેદાન RCB અને RRને નેટ પ્રેક્ટિસ માટે ફાળવ્યું હતું. પરંતુ સુરક્ષા કારણોસર શહેરના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ પર થનારી આરબીસીની નેટ પ્રેકટિસ રદ કરવામાં આવી હતી. તેમજ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું ન હતું. આ પૂર્વે વિરાટ કોહલીને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. વિરાટ કોહલીને ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રિ-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.
વિરાટ કોહલીની સુરક્ષા મુખ્ય કારણ
જેમાં એક અખબારે ગુજરાત પોલીસના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આરસીબી દ્વારા તેમનું પ્રેક્ટિસ સત્ર રદ કરવા પાછળનું પ્રાથમિક કારણ અને બંને પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ ન કરવી એ વિરાટ કોહલીની સુરક્ષાની પ્રાથમિકતા હતી. ગુજરાત પોલીસે સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી ગતિવિધિઓની શંકાના આધારે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓના છુપાયેલા ઠેકાણાની શોધખોળ કર્યા બાદ હથિયારો, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ્ટ સંદેશાઓ કથિત રીતે જપ્ત કર્યા છે.
અચાનક નિર્ણય માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે RCBએ પ્રેક્ટિસ સેશન રદ કરવાના તેમના અચાનક નિર્ણય માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. RCB અને RR બંને સોમવારે અમદાવાદમાં ઉતર્યા હતા. તેમની પાસે રવિવાર અને સોમવારે આરામ કરવાનો પૂરતો સમય હતો. આઈપીએલ એલિમિનેટર જેવી મહત્વની મેચની પૂર્વ સંધ્યાએ ક્ટિસ સેશન કરે તે માટે કોઇ કારણ નહોતું.