આમચી મુંબઈ

Ghatkopar Hoarding Tragedy: હવે આ ટીમ કરશે ઘટનાની તપાસ, વધુ એકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક થયો 17…

મુંબઈઃ મુંબઈમાં ઘાટકોપર ખાતે થયેલી હોર્ડિંગ દુર્ઘટનાને (Ghatkopar Hoarding Tragedy)લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ દુર્ઘટના મૃત્યુઆંક વધીને હવે 17 થઈ ગયો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હવે આ ઘટનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team- SIT)ની સ્થપના કરવામાં આવી છે એવી માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ના જોઈન્ટ કમિશનર લખમી ગૌતમે આ બાબતના આદેશ આપ્યા છે. કપાસ દરમિયાન હોર્ડિંગ લગાડનાર એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિંડે (Bhavesh Bhinde)ની ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને આગળ તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત આ ઘટનાની તપાસ માટે છ અધિકારીની એક એસઆઈટીની સ્થાપના કરવામાં આવી છે.

Also Read – અમીરાતની ફ્લાઈટે ટક્કર મારતા 36 ફ્લેમિંગોનાં મોત

આ સિવાય આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોનો આંકડો બુધવારે વધીને 17 થઈ ગયો છે.
શરુઆતમાં આ દુર્ઘટનામાં 14 જણના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી હતી ત્યાર બાદ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાં એક દંપતિનું મૃત્યુ થતાં આ આંકડો 16 પર પહોંચી ગયો હતો અને હવે વધુ ઈજાગ્રસ્તનું મૃત્યુ થતાં આ આંકડો 17 પર પહોંચી ગયો છે.

બુધવારે કેઈએમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં રાજુ મારુતિ સોનાવણે નામના રિક્ષાચાલકનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. હજી પણ ચાર ઈજાગ્રસ્તો પર કેઈએમમાં સારવાર કરવામાં આવી રહી હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ