સ્પોર્ટસ

Paris Olympics 2024: હરિયાણાની આ દીકરીઓ પેરિસ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવશે! ઓલિમ્પિકમાં ક્વોલિફાય

નવી દિલ્હી: હરિયાણાના રેસલર્સ (Wrestlers from Haryana) આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને ગૌરવ અપવવામાં હંમેશા આગળ રહ્યા છે. આ વર્ષે જુલાઈમાં ફ્રાન્સના પેરીસમાં ઓલમ્પિક(Paris Olympic) રમાવાનો છે, જેના માટે હરિયાણાના રેસલર્સ તૈયારીઓ કરી રહ્યા છે. હરિયાણાના વિનેશ ફોગાટ, અંશુ મલિક, નિશા દહિયા અને અંતિમ પંખાલ પેરિસ ઓલિમ્પિક માટે પહેલાથી ક્વોલિફાય કરી ચુક્યા છે, એવામાં હરિયાણાની વધુ એક દીકરીએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.

હરિયાણાના સોનીપતના રાયપુર ગામના અખાડામાં આંતરરાષ્ટ્રીય કોચ કુલદીપસિંહ સહરાવત પાસેથી કુશ્તીની ટ્રેનીંગ લેનાર રોહતકના ખરકડા ગામની રહેવાસી રિતિકા હુડ્ડા(Reetika Hooda)એ 76 કિગ્રા વજન વર્ગમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. આ પછી કુસ્તીબાજ રિતિકા અને તેના ગુરુ કુલદીપની સાથે પરિવારમાં ખુશીનો માહોલ છે.

Also Read – World Para Athletics : વિશ્વ સ્પર્ધાની ભાલાફેંકમાં દિવ્યાંગોના ‘નીરજ ચોપડા’નો ફરી ગોલ્ડ મેડલ, ભારત ત્રણ સુવર્ણ જીતીને ત્રીજા સ્થાને આવી ગયું

ઓલિમ્પિકની ટિકિટ મળ્યા બાદ રિતિકા હુડ્ડાએ કહ્યું કે મને દેશમાંથી 76 કિગ્રા વજન વર્ગમાં ઓલિમ્પિક રમવાની તક મળી છે અને આ માટે સખત મહેનત કરીશ. મારું સપનું ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે.

રિતિકા હુડ્ડાની આ સિદ્ધિ પાછળ તેના કોચ કુલદીપ સિંહ અને પરિવારનો પણ ખૂબ મહત્વનો ફાળો છે. રોહતકના ખરકડા ગામની રહેવાસી રિતિકા હુડ્ડાની માતાનું કહેવું છે કે રિતિકાને ઓલિમ્પિકની ટિકિટ મળી છે અને આ સિદ્ધિથી સમગ્ર ક્ષેત્ર અને પરિવારમાં ખુશીનો માહોલ છે. આ માટે રિતિકા સતત દિવસ-રાત મહેનત કરી રહી છે.

આશા છે કે રિતિકા આ વજન વર્ગમાં દેશ માટે મેડલ જીતીને દેશનું ગૌરવ વધારશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button