નેશનલ

હિન્દીમાં આપેલો જવાબ એક શખસને દુબઈને બદલે જેલ સુધી લઈ ગયો

ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારીઓ ખૂબ જ સતર્ક રહેતા હોય છે અને તમારી નાનકડી ભૂલ પણ તેઓ પકડી લેતા હોય છે. આવા જ એક કિસ્સામાં એક શખ્સની હિન્દી બોલવાની રીત તેને દુબઈ જવાને બદલે એરપોર્ટથી સીધી જેલ લઈ ગઈ. દુબઈ જવાના ઈરાદાથી એરપોર્ટ પહોંચેલા પૂર્ણિયા (બિહાર)ના એક વ્યક્તિને હિન્દીમાં જવાબ આપવાનું મુશ્કેલ લાગ્યું.

આ વ્યક્તિએ ઈમિગ્રેશન ઓફિસરના સવાલોના હિન્દીમાં જવાબ આપતા જ ​​આ વ્યક્તિને પહેલા પૂછપરછના નામે અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. એરપોર્ટ પોલીસે ઈમિગ્રેશન બ્યુરોની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને આ વ્યક્તિની ધરપકડ કરી છે. હવે તમને થશે કે દેશની રાષ્ટ્રભાષામાં જવાબ આપવાને અને જેલ જવાને શું સંબંધ તો આ બાબત ચોક્કસપણે હિન્દી ભાષા સાથે સંબંધિત છે, પરંતુ થોડી અલગ છે.

20 મેના રોજ મોહમ્મદ રાણા નામનો વ્યક્તિ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા દુબઈ જવા માટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા પૂરી કર્યા બાદ મોહમ્મદ રાણા ઈમિગ્રેશન ચેક કરવા પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ઈમિગ્રેશન બ્યુરોના અધિકારીઓને જાણવા મળ્યું કે તેના પાસપોર્ટમાં બિહારના પૂર્ણિયા જિલ્લાના બેગમપુર ખાટાનું સરનામું હતું. જેમ જેમ મોહમ્મદ રાણાએ નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે હિન્દીમાં પૂછવામાં આવેલા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો આપ્યા કે તરત જ ઈમિગ્રેશન અધિકારી ચોંકી ગયા.

બિહારનો હોવાનું કહેતા રાણાની હિન્દીની ફ્લુઅન્સી અધિકારીઓને ખાસ ગમી નહીં. તેના ઉચ્ચારણ અને બોલવાની ઢબ અલગ હતી. આ ઉપરાંત, તે સામાન્ય હિન્દી શબ્દોનો યોગ્ય રીતે ઉચ્ચાર પણ કરી શકતો ન હતો. ઇમિગ્રેશન ઓફિસરને આશ્ચર્ય થયું કે પૂર્ણિયા, બિહારમાં રહેતા આ વ્યક્તિને હિન્દી બોલવામાં આટલી તકલીફ કેમ પડી રહી છે.

શંકાસ્પદ લાગવા પર, ઇમિગ્રેશન અધિકારીએ તેને તેના જન્મ સ્થળ અને સ્થાનિક વિસ્તારને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા, જેના જવાબમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. ઈમિગ્રેશન ઓફિસરની શંકા વધતી ગઈ, તેથી વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.

હૈદરાબાદ એરપોર્ટની સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવેલા રાણાએ એવો ખુલાસો કર્યો કે જેને સાંભળીને બધા ચોંકી ગયા. આ વ્યક્તિ બિહારના પૂર્ણિયાનો નથી, પરંતુ બાંગ્લાદેશના ચાપૈનવાબગંજનો મોહમ્મદ રાણા છે. તેની પાસેથી નાગરિકતાનું ઓળખપત્ર પણ મળી આવ્યું હતું, જેમાં બાંગ્લાદેશનું સરનામું નોંધવામાં આવ્યું હતું. આ ખુલાસા બાદ આરોપી મોહમ્મદ રાણાને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત