આપણું ગુજરાત

સાંઢીયો પુલ બંધ થતા ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબિત થશે

ઘણા સમયથી રાજકોટ ખાતે સાંઢીયા પુલની નવનિર્માણ ની વાત મીડિયામાં ચર્ચા રહી છે અંતે આજે કામગીરી શરૂ થઈ ગઈ છે ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ એ પણ આજે એ જ જણાવ્યું હતું કે શહેરથી જામનગર રોડ તરફ જતો ટ્રાફિક વી માર્ગીય રહેશે પરંતુ જામનગર રોડ થી શહેર તરફ જવાનો રસ્તો ફોરવીલ અને થ્રી વ્હીલ માટે બંધ રહેશે માત્ર ટુ-વ્હીલર હોસ્પિટલ ચોક બાજુ જઈ શકશે પરંતુ આજે પુલ બંધ થતાં ભોમેશ્વર ફાટક પાસેથી રસ્તો વન વે કરવાની જગ્યાએ બંને બાજુએ ટ્રાફિક શરૂ થઈ ગયો છે. અને ફાટકની આજુબાજુ બંને બાજુએ ટ્રાફિક જામના દ્રશ્યો પહેલી કલાકમાં જ જોવા મળ્યા હતા.

Also Read – Gujarat માં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો, છ શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

ટ્રાફિક બાબતે માત્ર તંત્રને જવાબદાર ન ગણી શકાય કારણ કે લોકોમાં પણ ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળ્યો હતો એક બાજુ લાઈનસર ચાલતા વાહનો રસ્તો જામ થતા ઉભા રહી ગયા હતા તો ખાલી ટ્રેકમાં લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવવા લાગ્યા હતા.જેને કારણે વાહનો સામ સામે આવી જતા રસ્તો જામ થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button