Surat માંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 9 લાખના દરની નોટો જપ્ત
![Fake currency note factory caught Surat worth 9 lakh seized](/wp-content/uploads/2024/05/Surat.webp)
અમદાવાદ : ગુજરાતના સુરતના(Surat) નકલી ચલણી નોટ(Fake Currency Notes) છાપવાનું કારખાનું ઝડપાયું છે. જેમાં મળતી માહિતી મુજબ એસઓજીએ લીંબાયત વિસ્તારમાંથી આ કારખાનું પકડ્યું છે. જેમાં અખબાર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં એક વ્યકિતની ધરપકડ કરી છે. તેમજ આ સ્થળેથી પોલીસને પ્રિન્ટર, લેપટોપ અને ચલણી નોટોના ગ્રાફ કબજે કર્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને 500 અને 200 રૂપિયાના દરની 9 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે કરી છે.
Also Read – Ahmedabad થી પકડાયેલા ચાર આંતકીઓની પૂછપરછમાં થયા મોટા ખુલાસા, સિગ્નલ એપથી સંપર્ક કરતા
નકલી ચલણી નોટો અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે. જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે.નકલી ચલણી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે.
- આ સમાચાર અમારી પાસે બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. અમે તેને અપડેટ કરી રહ્યા છે. પેજને રિફ્રેશ કરતા રહેજો
Also Read – Gujarat માં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો, છ શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું