નેશનલ

ભોજપુરી સ્ટાર Pawan Singhની ભાજપમાંથી હકાલપટ્ટી, પીએમ મોદીની બિહારમાં રેલી પૂર્વે મોટી કાર્યવાહી

New Delhi: ભાજપે(BJP) બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહને(Pawan Singh) પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. પવન સિંહ એનડીએ (NDA)ના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કારાકાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi) એનડીએના ઉમેદવાર રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં જાહેર સભા પૂર્વે ભાજપે મોટી કાર્યવાહી કરી છે.

Also Read – Maneka Gandhi માટે પ્રચાર કરવા નથી આવ્યા શાહ કે મોદી

બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સામે બળવો કર્યા બાદ પવન સિંહે કારાકાટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના કારણે એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આસનસોલ બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી

ભાજપે પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપે અગાઉ પવન સિંહને લોકસભાની ટિકિટ આપી હતી. પરંતુ પવને તે બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેની બાદ પવન સિંહે કારાકાટ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

ભાજપે શું કહ્યું?

ભાજપે એક લેટર જાહેર કરીને કહ્યું કે, ‘તમે લોકસભા ચૂંટણીમાં એનડીએના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છો. તમારું આ કામ પક્ષ વિરોધી છે. જેના કારણે પાર્ટીની છબી ખરડાઈ છે અને તમે પાર્ટી શિસ્ત વિરુદ્ધ આ કામ કર્યું છે. તેથી આ પક્ષ વિરોધી કૃત્ય બદલ પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ આપને પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે.

ભોજપુરી સ્ટારની રેલીમાં ભારે ભીડ એકત્ર થઈ રહી છે

દક્ષિણ બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા વિરુદ્ધ મહાગઠબંધનમાંથી સીપીઆઈ માલેની ટિકિટ પર રાજારામ કુશવાહા મેદાનમાં છે. જ્યારે પવનસિંહે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા જંગ ત્રિકોણીય બની છે. ભોજપૂરી સ્ટારની રેલીમાં ભારે ભીડ એકત્ર થઈ રહી છે. જેના લીધે એનડીએ નેતાઓની ચિંતા વધી છે.

Also Read હવે 20 કલાક ખુલ્લો રહેશે બાબા કેદારનો દરબાર, ભક્તોનો ધસારો જોઇ લેવાયો મોટો નિર્ણય

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button