ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Georgia Car Crash: જ્યોર્જિયામાં કાર પલટી જતાં 3 ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓનાં મોત, 2 ઘાયલ

આલ્ફારેટ્ટા: યુનાઈટેડ સ્ટેટ્સના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક કાર(Georgia car accident) અકસ્માતમાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ(Indian American students)ના મોત થયા છે, જયારે બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા(Alpharetta) શહેરમાં પુરપાટ વેગે દોડતી કાર પલટી ગઈ હતી. એક અહેવાલ મુજબ કારમાં સવાર તમામ વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષની આસપાસ હતી.

આ પાંચેય ભારતીય-અમેરિકન કિશોરોએ આલ્ફારેટા હાઇસ્કૂલ અને જ્યોર્જિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. આલ્ફારેટ્ટા પોલીસના જણાવ્યા અનુસાર, આ જીવલેણ કાર અકસ્માત સર્જાવાનું પ્રાથમિક કરણ વધુ પડતી ઝડપ હોઈ શકે છે. પોલીસે જણાવ્યું કે પુરપાટ ઝડપે જઈ રહેલી કાર પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર ઝાડની લાઇનમાં પલટી મારી ગઈ હતી.

આર્યન જોષી અને શ્રીયા અવસરલા નામના બે વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પાછળની સીટ પર બેઠેલી અનવી શર્માનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અહેવાલ મુજબ ઘાયલ વિદ્યાર્થીઓ રિથવાક સોમપલ્લી અને મોહમ્મદ લિયાકથ આલ્ફારેટ્ટાની નોર્થ ફુલટન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શ્રીયા અવસરલા UGA શિકારી ડાન્સ ટીમના સભ્ય હતી, અને અનવી શર્માએ UGA કલાકાર અને કેપેલા જૂથ સાથે મ્યુઝીક ટીમની સભ્ય હતી.

આર્યન જોષી આવતા અઠવાડિયે હાઈસ્કૂલમાંથી સ્નાતક થવાનો હતો. આલ્ફારેટા હાઇ ક્રિકેટ ટીમે ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે આર્યન અમારો સૌથી મોટો સપોર્ટ હતો, અમારી તમામ જીતમાં સૌથી નિર્ણાયક પરિબળ રહેતો હતો.

ગયા મહિને, એરિઝોનામાં લેક પ્લેઝન્ટ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં તેલંગાણાના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા.

એપ્રિલની શરૂઆતમાં અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક માર્ગ અકસ્માતમાં આણંદની ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા. રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ જે SUV કારમાં સવાર હતા એ રસ્તાથી ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?