આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો, છ શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સતત વધી રહેલા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના(IMD) જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં તાપમાનમાં કોઇ ખાસ ઘટાડો થવાની સંભાવના નથી. રાજ્યમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદ (Ahmedabad)સહિત 6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. આગામી 25 મે સુધી અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવેલી છે. અમદાવાદ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે અમદાવાદ શહેરમાં બપોરે રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. તેમજ મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાતા હતા.

સાત શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

વડોદરામાં પણ મહત્તમ તાપમાન 44.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. જે સામાન્ય કરતા 4.3 ડિગ્રી વધુ હતું. ભૂજ શહેરમાં તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું . તો ભાવનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના ચાર શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું હતું. જયારે સાત શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ

આ ઉપરાંત હવામાન વિભાગે 25 મે સુધી અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ અને સાબરકાંઠામાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે વડોદરા, મહેસાણા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, મોરબી, ગીર સોમનાથ, નવસારી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.

બપોરે કામ વિના બહાર ન નીકળવા એએમસીની અપીલ

અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમીમાં કોઈપણ નાગરિક હિટ વેવ નો ભોગ ના બને તે માટે યુ.સી.ડી. વિભાગ દ્વારા મોર્નિંગ ડ્રાઇવ, નાઈટ ડ્રાઈવ ઉપરાંત બપોર ના સમયે પણ નિયમિત રીતે તમામ ઝોન વિસ્તારમાં ડ્રાઇવ કરી જાહેર જગ્યાઓમાં જોખમી રીતે આશ્રય લેતા જોવા મળેલ ઘર વિહોણા લોકોને સમજાવી આશ્રય ગૃહ ખાતે ખસેડવા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ આવશ્યક ના હોય ત્યાં સુધી ગરમીમાં બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button