સની દેઓલે પિતા ધર્મેન્દ્ર સાથે પોસ્ટ કરી સેલ્ફી વાયરલ થયું બહેન ઇશાનું રિએક્શન

મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર-2ની સફળતાથી ઉત્સાહિત, અભિનેતા સની દેઓલે અમેરિકામાં વેકેશન મનાવી રહ્યો છે. રવિવારે સનીએ તેના પિતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સાથેની એક તસવીર શેર કરી હતી.
પિતા-પુત્રની જોડી હાલમાં અમેરિકામાં ફેમિલી વેકેશન મનાવી રહી છે. સનીએ અગાઉ અમેરિકાનો એક મજેદાર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં સની તેના મિત્રો સાથે પિઝા પાર્ટીનો આનંદ માણતા અને ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
ધર્મેન્દ્રની યુએસમાં સારવાર ચાલી રહી હોવાની અફવાઓ વચ્ચે, સનીએ તેના પિતા સાથેની એક ક્લોઝ-અપ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં પિતા-પુત્ર બંને કેમેરા સામે હસતાં જોઈ શકાય છે.
આ તસવીરમાં ધર્મેન્દ્રએ કાળી કેપ, લીલું જેકેટ અને વાદળી ટી-શર્ટ પહેર્યુ છે, જ્યારે સનીએ સફેદ શર્ટ અને મેચિંગ બકેટ કેપ પહેરી છે.
સનીએ રેડ હાર્ટ ઇમોજી સાથે ફોટોને કેપ્શન આપ્યું હતું કે, ‘લવ યુ પાપા’, તેણે અરમાન મલિક દ્વારા ગવાયેલા ફિલ્મ ‘દોનો’ના ટાઇટલ ટ્રેક ગીતનું સંગીત પણ એમાં ઉમેર્યું હતું.
આ એક સુંદર લવ સ્ટોરી છે, જેમાં સનીનો પુત્ર રાજવીર દેઓલ અને પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા ડેબ્યુ કરી રહ્યાં છે. આ પીઢ દિગ્દર્શક સૂરજ આર. બડજાત્યાના પુત્ર અવનીશ એસ. બડજાત્યાની દિગ્દર્શક તરીકેની પણ પ્રથમ ફિલ્મ છે.

આ ફોટો જોઇને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઈમોજી શેર કરી છે. કોમેડિયન ભારતી સિંહે પણ ઘણા રેડ હાર્ટ ઇમોજી શેર કર્યા છે.
ગદર-2 અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે. આ એક્શન પિરિયડ ડ્રામા ફિલ્મમાં સની, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે, જેમણે પાછલી ફિલ્મમાંથી તેમની ભૂમિકાઓની કથા આગળ વધારી હતી, જ્યારે ધર્મેન્દ્ર તાજેતરમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યા હતા.