જેક્વલીન ફર્નાન્ડિસનું આ સપનું થયું સાચું, જુઓ શું કહ્યું શ્રીલંકન બ્યુટીએ…
ન્યુ યોર્ક: ‘મર્ડર-2’ ફિલ્મ બાદ આખા દેશમાં લોકપ્રિય બની ગયેલી શ્રીલંકન બ્યુટી જેક્વલિન ફર્નાન્ડિસ હંમેશા ચર્ચામાં તો હોય જ છે અને તેની ફિલ્મો કરતાં વધુ તેની અંગત બાબતો અંગે ચર્ચા થતી હોય છે. સ્ટાઇલ અને ખૂબસુરતી માટે જાણીતી જેક્વલિન હાલ બીજા કારણોસર ચર્ચામાં છે.
ન્યુ યોર્કમાં હાલ કાન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને આ ફેસ્ટિવલમાં દુનિયાભરની સેલિબ્રિટીઓ પોતાનો જાદુ પાથરે છે. બધાની નજર ખાસ કરીને આ ફેસ્ટિવલમાં કોણ ક્યો આઉટફીટ પહેરીને આવે છે તેના પર અને તેમની સ્ટાઇલ પર હોય છે.
જેક્વલિન ફર્નાન્ડિસ પણ હાલ કાન ફેસ્ટિવલમાં પહોંચી છે અને ત્યાં પોતાની અદાઓનો જાદુ પાથરી રહી છે. જેક્વલિને પોતે જ આ ફેસ્ટિવલના પોતાના અમુક ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર મૂક્યા હતા. આ ફોટામાં જેક્વલિન ગોલ્ડન ગાઉન પહેરેલી દેખાય છે. જુદા જુદા પોઝમાં મૂકેલા જેક્વલિનના ફોટા થોડી જ વારમાં વાયરલ થઇ ગયા હતા અને તેના ચાહકોએ પણ તે કાન ફેસ્ટિવલમાં આ ગોલ્ડન ગાઉનમાં ખૂબ આકર્ષક દેખાતી હોવાનું કહી તેના વખાણ કર્યા હતા.
જોકે, જેક્વલિનનું માનવું છે કે તે આ ફેસ્ટિવલમાં આવીને પોતાના સપનાને જીવી રહી છે. એટલે કે કાન ફેસ્ટિવલમાં આવવાનું જેક્વલિનનું જૂનું સપનું હશે તેવું લોકો માની રહ્યા છે. તેણે ફોટા મૂકતાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ‘કાન એક એવી જગ્યા છે જ્યાં તમારા સપના સાચા થાય છે.’