આપણું ગુજરાત

સુરતમાં પત્નીએ પોલીસમાં ફરિયાદ કરતા પતિએ મોતને વ્હાલું કર્યું, બાદમાં મૃતકના મોટા ભાઈએ પણ કર્યો આપઘાત

સુરત: ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં હત્યા, આત્મહત્યા, લૂંટ, બળાત્કાર અને છેડતીના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલા સાંઈબાબાના મંદિર પાસે પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ પકડી જશે તે ડરથી યુવકે એસિડ ગટગટાવી લીધું હતું. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાતા હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના મોટા ભાઈને આ ઘટનાની જાણ થતાં તેણે પણ એસિડ પી આપઘાત કરી મોતને વ્હાલું કરતા ચકચાર મચી ગઈ છે, પોલીસે સમગ્ર આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે નવાનગર જવાહર મોહલ્લામાં સાઈબાબાના મંદિર પાછળ રહેતા નાયકા જીતેન્દ્ર બાબુભાઈ સરદાર માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 18 મેના રોજ જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી જેથી જીતેન્દ્ર એ તેની પત્નીને માર માર્યો હતો. અંતે તેની પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા જ પોલીસ જીતેન્દ્રને ઉઠાવવા માટે આવી હતી. પોલીસ આવતાની સાથે જ જીતેન્દ્ર ઘરમાંથી એસિડની બોટલ લઈને નીકળી ગયો હતો અને સાઈબાબાના મંદિરની પાછળના ભાગે જ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હવે જ્યારે તેના મોટાભાઈ નાયકા બીપીન બાબુભાઈને આ વાતની જાણ થઈ હતી કે તેના નાના ભાઈએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે. જેથી નાના ભાઈના ગમમાં મોટાભાઈ બિપીને પણ એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યો હતો. એક સાથે બંને ભાઈના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બંને ભાઈઓ વચ્ચે ખૂબ સારો ભાઈચારો હતો. જેથી મોટાભાઈને નાના ભાઈના મૃત્યુનો વધુ આઘાત લાગ્યો હતો. જીતેન્દ્રએ જે જગ્યા પર એસિડ ગટગટાવ્યું હતું. એ જગ્યા પર બીપીન પણ એસિડની બોટલ લઈને પહોંચી ગયો હતો અને એ જગ્યા પર તેણે પણ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે પોલીસે મૃતકોના પરિવાજનોના નિવેદન, મોબાઈલની તપાસ અને મેડીકલ પીએમ રિપોર્ટ પ્રમાણે તપાસ શરુ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button