રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારેય નહીં સુધરે?
રાજકોટની જનાના હોસ્પિટલ ની બેદરકારી થી એક 3 મહિનાના ઇમરાન એઝાઝભાઈ કાથરોટીયા નામના બાળકનું મોત થયું હોવાનો માતાપિતાએ આક્ષેપ કર્યો હતો.
જનાના હોસ્પિટલમાં બાળક બીમાર થતા બાળકને સારવાર માટે ગોંડલ થી લાવી દાખલ કરવામાં આવ્યો હતો .
બાળકની માતાના જણાવ્યા મુજબ બાળક ને માત્ર તાવ જ હતો પરંતુ ડોક્ટર એ આંચકીનું કહી તેને કોઈ સારવાર માટે મશીનમાં રાખેલ જે મશીન ગરમ થવાથી બાળકનો પગ દાજી ગયો પગ દાજ્યાની 2 જ કલાક માં બાળક નું મોત થયું હતું.
બે દીકરી બાદ મનત થી આવેલ દીકરા ના મોત થી પરિવાર માં શોક છવાય ચુક્યો હતો.
બાળક ની માતાએ કહ્યું બાળક ને જનાના હોસ્પિટલ માં સારવાર માટે લાવ્યા હતા પરંતુ હવે અમે અમારા બાળક નું મૂર્તદેહ લઈને જાય છીએ
બાળકના મોત ઉપર પરિવારજનો સવાલ કર્યો સિવિલ ડોક્ટર અને નર્સ ની બેદરકારી થી અમારું બાળક મોત ને ભેટ્યું તો તેનું જવાબદાર કોણ?
આ સંદર્ભે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ ડોક્ટર ત્રિવેદીને પૂછતા તેઓએ બાળક શા માટે દાખલ કરેલું તેની વિગતો આપવાની શરૂ કરેલી અને દર વખતની જેમ અમે તપાસ કરીશું પગલાં લઈશું લગી વાત શ્રીમિત રાખી હતી ભૂતકાળમાં આવા ઘણા પ્રસંગોએ પ્રેસ અને મીડિયાના કર્મીઓએ અસંખ્ય વાર સરકારશ્રીને પણ રજૂઆતો કરી છે કે આ તંત્ર ચાલે તેવું નથી.આર એસ ત્રિવેદીની કોઈ પકડ સ્ટાફ પર રહી નથી.પરંતુ સરકારના બહેરા કાને આ વાત હજુ સુધી પહોંચી નથી.હજુ કેટલા મૃત્યુ થશે તે તો આવનારો સમય જણાવશે.
મૂર્ત બાળક ની માતાએ પૂછ્યું શું સરકાર અમને ન્યાય આપશે ??
જનાના હોસ્પિટલ ની આ બેદરકારી કેટલી યોગ્ય ??
કોઈનું બાળક દાજી જાય ત્યાં શુધી ડોકટરો, સ્ટાફ શું કરતા હશે ??
ખરેખર રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે પરંતુ અવારનવાર આવા બનાવો બધા રહે છે તેથી લોકોની વિશ્વાસનીયતા ઘટતી જાય છે આરોગ્ય મંત્રીને અવારનવાર આ અંગે રજૂઆતો થઈ છે પરંતુ ગમે તે કારણોસર ત્રિવેદી તેમની ગુડ બુકમાં રહ્યા છે.