આ ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયો Nita Ambaniની વહુરાણીનો આઉટફિટ…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Wedding Outfits)ના લગ્ન એ હાલમાં ટોક ઓફ ધ નેશન છે. કપલનું જામનગર ખાતે યોજાયેલું પ્રિ-વેડિંગ ફંક્શન જ એટલું આલાગ્રાન્ડ હતું કે નહીં પૂછો વાત. પણ હવે મળી રહેલી માહિતી પ્રમાણે રાધિકા મર્ચન્ટના લગ્નના આઉટફિટ્સ (Radhika Mechant Outfits) ખૂબ જ ખાસ હશે અને એ બનાવવા માટે ખાસ એરોસ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલો એના વિશે વિસ્તારથી વાત કરીએ…
અનંત અને રાધિકાના વેડિંગ ફંક્શન માટે અલગ અલગ પ્રકારના સ્પેશિયલ આઉટફિટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બંનેના વેડિંગ ફંક્શન અનેક દિવસ સુધી ચાલશે અને આ ફંક્શન અલગ અલગ થીમ પર આધારિત હશે. હાલમાં રાધિકાના એક આઉટફિટનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટો ખુદ ડિઝાઈનર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. અંબાણીઝ હોય એટલે કંઈક ખાસ તો હોવાનું જ ભાઈસાબ…
ડિઝાઈનર ગ્રેસી લિંગો દ્વારા આ ખાસ ફોટો શેર કરવામાં આવ્યો છે અને તેની સાથે સંકળાયેલી માહિતી શેર કરવામાં આવી છે. ગ્રેસ લિંગોએ જણાવ્યું હતું કે આ આઉટફિટ્સને તૈયાર કરવા માટે એક ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ડ્રેસ એક ખાસ થીમને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન નિમિત્તે વિવિધ થીમ પર આધારિત ફંક્શન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાંથી જ એક ફંક્શનની થીમ સ્પેસ આધારિત છે. આ આઉટફિટ ખાસ આ થીમ પાર્ટીને લઈને તૈયાર કરવામાં આવ્યો છે અને એને બનાવવા માટે એરોસ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ડ્રેસની વિશેષતાઓ વિશે વાત કરતાં ગ્રેસી લિંગોએ જણાવ્યું હતું કે આ લૂક રાધિકા મર્ચન્ટની સ્પેસ થીમ વેડિંગ પાર્ટી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને એને બનાવવા માટે ફેબ્રિક ઈફેક્ટ અને એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રેસ ડિઝાઈન કરવાનો નવો ટ્રેન્ડ ફેશન ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યો છે.