વડા પ્રધાન બનવા માટે જુનિયર એનટીઆરના દાદાએ કર્યું હતું કંઇક…..
ઑસ્કર સુધી પહોંચી જનારી અને લોકોના દિલોદિમાગ પર છવાઇ જનારી દક્ષિણની ફિલ્મ RRRને વિશ્વભરમાં પ્રશંસા મળી છે. ફિલ્મના હિરો રામચરન અને જુનિયર એનટીઆરને આજે ઘરઘરમાં ઓળખ મળી ગઇ છે. આજે આપણે વાત કરવી છે જુનિયર એનટીઆર અને એના દાદા વિશે. ગઇ કાલે જુનિયર એનટીઆરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમને જુનિયર એનટીઆર નામ તેમના દાદા એનટી રામારાવે આપ્યું હતું. એનટી રામારાવ તેલુગુ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન હતા. તેમને રાષ્ટ્રીય રાજકારણમાં આવવાની અને દેશના વડા પ્રધાન બનવાની તીવ્ર ઇચ્છા હતી. 90ના દાયકામાં જ્યારે કૉંગ્રેસની નાવ હાલકડોલક થવા માંડી ત્યારે એનટી રામારાવને લાગ્યું કે દેશના રાજકારણમાં આવવાની આ ઉત્તમ તક છે. તેમણે જ્યોતિષીઓની સલાહ લેવા માંડી અને એક જ્યોતિષે તેમને સાડી અને બ્લાઉઝ પહેરવાની સલાહ આપી. જ્યોતિષની સલાહ પર તેમણે રાત્રે મહિલાઓના કપડાં પહેરવા માંડ્યા હતા.
Also Read – Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારે જન્મદિવસે ફેન્સને આપી ગિફ્ટ
JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ એક મીડિયાહાઉસ માટે લખેલા લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે એનટી રામારાવને રાષ્ટ્રીય રાજકારણમાં આવવાની બહુ જ ઇચ્છા હતી . એને માટે હિન્દી શીખવા તેમણે 2 હિન્દી શિક્ષક પણ રાખ્યા હતા.
તેમણે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી અને જ્યોતિષની સલાહ પર રાતના સમયે મહિલાઓના કપડાં પણ પહેરવાનું શરૂ કરી દીધું હતું.
એનટીઆરનું જીવન પણ એકદમ ફિલ્મી હતું. આંધ્ર પ્રદેશના એક નાના ગામમાં જન્મેલા એનટીઆરે અભિનય માટે મળેલી નોકરી પણ છોડી દીધી હતી. અભિનય બાદ તેમને રાજકારણમાં પણ રસ જાગ્યો અને એમાં પણ તેઓ સફળ નેતા તરીકે આગળ આવ્યા.