આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રમાં મતદાન પત્યા બાદ અજિત પવાર જૂથ એક્શનમાં તાત્કાલિક વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મંગળવારે મુંબઈમાં મતદાન યોજવામાં આવ્યું ત્યારબાદ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) સાથે છેડો ફાડી પોતાનો પક્ષ સ્થાપનારા અને ખરી એનસીપીનું બિરુદ પોતાના પક્ષના નામે કરનારા અજિત પવાર એક્શનમાં આવી ગયા છે.

અજિત પવારે 27 મેના રોજ પોતાના પક્ષના બધા જ વિધાનસભ્યોની બેઠક બોલાવી છે. મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં સાથી પક્ષો દ્વારા આપવામાં આવેલા સહકાર તેમ જ મહારાષ્ટ્રમાં થયેલા મતદાન વિશે ચર્ચા કરવામાં આવશે. મુંબઈમાં આવેલા ગરવારે ક્લબમાં આ બેઠક યોજવામાં આવશે અને તેમાં વોટીંગ દરમિયાન સાથી પક્ષોએ ખરેખર સહકાર આપ્યો કે નહીં, તે વિશે ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવાર સાથે છેડો ફાડીને મહાયુતિમાં સામેલ થયેલા અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન છે અને પહેલી જ વખત પોતાના કાકા શરદ પવારની વિરુદ્ધ જઇને ચૂંટણી લડ્યા છે. તેમાં પણ આ ચૂંટણી અજિત પવાર માટે એટલા માટે મહત્ત્વપૂર્ણ હતી કારણ કે શરદ પવારનો ગઢ મનાતા બારામતીમાં શરદ પવારનૌ પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળે વિરુદ્ધ મહાયુતિ તરફથી અજિત પવારના પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી સોંપવામાં આવી હતી. એટલે મહારાષ્ટ્ર ઉપરાંત આખા દેશમાં રાજકીય માંધાતાઓની નજર આ બેઠક પર કોણ જીત મેળવે છે તેના પર છે. બારામતીમાં નણંદ અને ભાભી વચ્ચેના મુકાબલાનો ફેંસલો શું આવે છે તે ચૂંટણીના પરિણામો દરમિયાન ચર્ચાનો વિષય રહેશે. કારણ કે દાયકાઓથી દિગ્ગજ નેતા શરદ પવાનું પ્રભુત્વ બારામતી બેઠક પર રહ્યું છે. જ્યારે સુનેત્રા પવાર પહેલી જ વખત ચૂંટણી લડી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button