આપણું ગુજરાત

Gujarat ના નવસારીમાં 364 એરકન્ડિશનની ચોરી, પોલીસે બે લોકોની ધરપકડ કરી

નવસારી : ગુજરાત (Gujarat) સહિત દેશમાં ગરમીનો પારો સતત વધી રહી છે. તેવા સમયે ગરમીથી રાહત અપાવતા એરકન્ડિશનની(AC) ચોરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના નવસારીમાં(Navsari) એક ટ્રક ડ્રાઈવરે અન્ય લોકો સાથે મળીને 364 નંગ એરકન્ડિશન ચોરવાની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે એસીથી ભરેલો આ ટ્રક ગુજરાતથી કોલકતા જવાનો હતો. જેમાંથી એસીની ચોરી કરીને તેને ગોડાઉનમાં છુપાવવામાં આવ્યા હતા.

નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઉત્તર ભારત હાલ આકરી ગરમીની પડી રહી છે અને ઠંડક માટે ACની માંગ પણ વધી છે. આવા સંજોગોમાં કેટલાક ચોરોએ એસીને પોતાનો ટાર્ગેટ બનાવીને ગુજરાતમાં એક સાથે 364 ACની ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાની વિગત મુજબ 17 મેના રોજ નેશનલ હાઈવે 48 પર એક ટ્રકમાંથી 364 ACની ચોરી અંગે નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો : નવસારીમાં એવું તો શું થયું કે ,સી આર પાટિલે ફોર્મ ભરવાનું જ માંડી વાળ્યું ?

સંસ્કૃતિ કોમ્પ્લેક્ષના ગોડાઉનમાંથી 364 એસી કબજે કર્યા

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાન્સપોર્ટ માલિક પવન શર્માએ ફરિયાદ કરી હતી કે ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી 364 એસી લઈને એક ટ્રક કોલકાતા જવા રવાના થઈ હતી, પરંતુ ટ્રક ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ચૌહાણે નવસારીમાં કેટલાક લોકો સાથે મળીને એસી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ફરિયાદ મળતાની સાથે જ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કેસની તપાસ શરૂ કરી હતી અને સંસ્કૃતિ કોમ્પ્લેક્ષના ભાડાના ગોડાઉનમાંથી 364 એસી કબજે કર્યા હતા.

ચોરાયેલા તમામ એસીની કિંમત 43,50,258 રૂપિયા છે. હાલ પોલીસે આ ચોર અંગે ટ્રક માલિક ગોપાલ સિંહ અને નવસારીના એક યુવક અનીસ યુસુફ પેચકરની ધરપકડ કરી છે. જ્યારે ચોરાયેલ એસી અને ટ્રક ચાલક સહિત બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button