શું katrina-kaif બ્લેક કોર્ટમાં બેબીબમ્પ છુપાવી રહી છે ?
Bollywood couple રણબીર સિંહ અને દિપીકા પદુકોણ માતા-પિતા બનવાના છે અને તેમણે ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી છે, પરંતુ એક બીજું બોલીવૂડ કપલ પણ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યું છે તેવી અટકળો અગાઉ ફેલાઈ હતી અને ફરી પાછી સોશિયલ મીડિયામાં અભિનેત્રી પ્રેગનન્ટ હોવાની વાતો ચાલી રહી છે. નેટ યુઝર્સ પાસે આનું કારણ પણ છે. અભિનેત્રી વિદેશમાં કાળા કોટમાં દૂરથી દેખાઈ રહી છે અને તે તેનો બેબીબમ્પ સંતાડતી હોય તેમ જણાઈ રહ્યું છે. આ કપલ છે વિકી કૌશલ vicky-kaushal- અને કેટરીના કૈફ (katrina-kaif pregnancy news). બન્ને હાલમાં લંડનમાં વેકેશન માણી રહ્યા છે. તાજેતરમાં, તે વિકી કૌશલનો જન્મદિવસ હતો, જેની ઉજવણી કરવા માટે કપલ વિદેશ પ્રવાસ પર હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન કેટરિના-વિકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં કેટરીના અને વિકી લંડનના રસ્તાઓ પર ચાલતા જોવા મળે છે. આ વિડિયો ઘણા દૂરથી લેવામાં આવ્યો છે અને તેને જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કપલના ઘરમાં જલ્દી કીલકારી ગૂંજી ઉઠશે. લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે કે દીપિકા પાદુકોણ પહેલા કેટરીનાની ડિલિવરી થશે.
વિકી કૌશલ અને કેટરીના કૈફ વિદેશમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. અભિનેત્રી વિશે એવા અહેવાલો છે કે તે માતા બનવા જઈ રહી છે, તેથી તે લાઈમલાઈટથી દૂર છે. સામે આવેલા વીડિયોમાં કેટરીના વિકીનો હાથ પકડીને લંડનના રસ્તાઓ પર ચાલતી જોવા મળે છે. વીકી તેની સંભાળ લેતો પણ દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Pics: કેટરિનાએ Instagram પોસ્ટમાં એવું તે શું લખ્યું કે લોકો પ્રેગનન્સી અંગે અટકળો લગાવી રહ્યા છે
વીડિયોમાં અભિનેત્રીએ સફેદ સ્નીકર્સ સાથે બ્લેક ઓવરકોટ પહેર્યો છે. અભિનેત્રીનો લુક જોઈને લાગે છે કે તે પ્રેગ્નન્ટ છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર અટકળો લગાવી રહ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કપલ તરફથી કોઈ જાહેરાત થઈ નથી.
માતા-પિતા બનવું કોઈપણ કપલ માટે ખૂબ જ આનંદનો વિષય હોય છે અને ઘણા કપલ તેને પ્રાઈવેટ રાખવા માગતા હોય છે, પરંતુ સેલિબ્રિટીના ફેન્સ પણ પોતાના ફેવરીટ સ્ટાર્સના વ્યક્તિગત જીવન પર નજર રાખતા હોય છે અને તેમના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થતા હોય છે ત્યારે વિકી-કેટ પણ જો સારા સમાચાર હશે તો લાંબો સમય છુપાવી નહીં શકે.