ટોપ ન્યૂઝનેશનલ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી પર વડાપ્રધાન મોદી તેમજ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી : આજે 21 મે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની 33 મી પુણ્યતિથિ છે (death anniversary rahul gandhi). દિલ્હીમાં વીર ભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સચિન પાયલટ સહિત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાહુલ ગાંધીએ પણ તેમના પિતાની પુણ્યતિથિ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ખૂબ ભાવુક શબ્દોમાં લખ્યું હતું.
“पापा,
आपके सपने, मेरे सपने,
आपकी आकांक्षाएं, मेरी ज़िम्मेदारियां।
आपकी यादें, आज और हमेशा, दिल में सदा।

આજે 21 મે એટલે આપણાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ (death anniversary of Rajiv Gandhi). 1991ની 21 મેના દિવસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. જ્યાં તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી સંગઠન લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમ (LTTE)ની સભ્ય હતી. તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા અને તેણી પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું. ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય 25 જેટલા લોકોના મોત થયા હતા. આ આંતરિક આતંકવાદની ઘટનામાં આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત