તરોતાઝા

વૃષભ સંક્રાંતિમાં થયેલ રોગ, માદંગીમાં તાત્કાલિક રાહત મળશે નહીં,પરંતુ યોગ્ય કાળજી સાથે દવા નિયમિત લેવાથી તબિયત સુધરશે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં આદિત્ય નારાયણ
આરોગ્ય સુખાકારી બક્ષનાર
સૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)
મંગળ – મીન રાશિ (જલ તત્ત્વ)
બુધ – મેષ રાશિ (અગ્નિ તત્ત્વ)
ગુરુ – વૃષભ રાશિમાં
(પૃથ્વી તત્ત્વ)
શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ – મીન રાશિ વક્રી ભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રી ભ્રમણ

વૃષભ સંક્રાંતિમાં થયેલ રોગ, માદંગીમાં તાત્કાલિક રાહત મળશે નહીં, પરંતુ યોગ્ય કાળજી સાથે દવા નિયમિત લેવાથી તબિયત સુધરશે. અગામી તા.25ના રોજ વિશ્વ મલેરિયા દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવશે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો નિવાસ’

આ ઉક્તિ સાર્થક કરવા માટે ઘર, ઓફિસ કે જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવણી કરવાથી રોગ, માંદગીના કિટાણુંઓ નાશ પામશે અને હકારાત્મક વિચારોનું આંદોલન વધશે. ગામડે, ગામડે કે શહેરમાં મલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે, મચ્છરની ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તે માટે ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય આ અંગેની કાળજી રાખવી જોઈએ.

ઘરમાં કડવા લીમડાનો ધુમાડો કરવો સહિતની જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે. જાહેર ઉકરડા કે અન્ય સફાઈ ન થતી જગ્યા ઉપર ડીડીટી પાઉડરનો છટકાવ અવશ્ય કરવવો જોઈએ.

ડીહાઇડે્રશનના બનાવો વધવાથી દવાખાનામાં દર્દીઓ ઉભરાય. બજારું બરફ, ગોલા તથા આઇસ્ક્રીમ ખાવા માટે કાળજી આવશ્યક.

(1) મેષ (અ, લ, ઇ):
બિહામણા સ્વપ્નો આવવાથી તબિયત પર અસર પડે. યુરિનમાં ઇન્ફેક્શન સંભવ. નિત્ય પૂજા સાથે ગાયત્રીમંત્રના જાપ કરશો.

(2) વૃષભ (બ, વ, ઉ):
શીર પર વાગવાથી ઢીંમચુ થવાની શક્યતાઓ. રાત્રિના સમયે સાધારણ તાવ ચડી શકે. ભોજનમાં લીંબુ અવશ્ય લેશો.
પિતૃગણની શાંતિ માટે પીપળા પર પાણી અર્પણ કરશો. યથાશકિત અવિરત દાન કરશો.

(3) મિથુન (ક, છ, ધ):
સપ્તાહની શરૂઆતથી વર્ટિગો બાબતે સાવધાની રાખવી. હાથપગની ચામડીમાં ખંજવાળ રાત્રિના સમયે આવવાની શક્યતાઓ. ખટાશ ખાવી નહીં. કાચા કાળા તલ સાથે તથા શુદ્ધ જળ મિશ્ર કરીને શિવલિંગ પર જળાભિષેક કરશો.

(4) કર્ક (હ, ડ):-
સપ્તાહની શરૂઆતથી આરોગ્ય સંબંધિત કોઈ પણ પ્રકારની વેદના રહેશે નહીં. જલઘાત હોવાથી નદીકિનારે ફરવા જાવુ નહીં.શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરશો.

(5) સિંહ (મ, ટ):
બી. પી.મા વધઘટ વારંવાર રહે. દંત પીડાઓ સંભવે. વડીલોને માન-સન્માન આપશો. રવિવારનું એકટાણું કરશો.

(6) ક્નયા રાશિ (પ, ઠ, ણ):
આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. રાતે વાસી ખોરાક ખાવાથી તબિયત બગડી શકે.
મોકળાશ મને જરૂરિયાતમંદને દાન કરશો.

(7) તુલા રાશિ (ર, ત):
સપ્તાહના અંતે તાવ, શરદી, ઉધરસ આવવાની શક્યતાઓ. સૂર્યોદય સમયે શુદ્ધ જળ સાથે ચોખા મિશ્રિત સાથે અર્ઘ આપશો.
(8) વૃશ્ચિક (ન, ય):
હરસ, મસાની સમસ્યાઓ હજુ વધી શકે. વધુ પાણી પીશો. બજરંગબાણ પાઠ અવશ્ય કરશો.

(9) ધન (ભ, ધ, ફ, ઢ):
વારંવાર ડાયાબિટીસમાં વધઘટ આવે. આખમાં ઝાખપ લાગે. ગુરુવારે ચણાની દાળ બ્રાહ્મણને દાન આપશો.

(10) મકર (ખ, જ):
તાવ આવવાથી અશકિત વર્તાય. જૂના રોગો ઉપર રાહત લાગે. અગાઉની બાકી માનતા પરીપૂર્ણ કરવી. હનુમાન ચાલીસા પઠન કરશો.

(11) કુંભ રાશિ (ગ, સ, શ):
પગમાં મચકોડ આવવાથી તાવ ચડી શકે. અકારણ હડીયાપટ્ટી કરવી નહીં. શનિ ચાલીસા કરશો.

(12) મીન રાશિ (દ, ચ, ઝ, થ):
વા તથા સાંધાનો દુખાવો સતત જણાય. ઓચિંતા પથરી પીડિત દર્દીઓને સમસ્યાઓ સતાવી શકે.. શિવલિંગ પર જળાભિષેક સાથે પીળા રંગનાં પુષ્પ અર્પણ કરશો.
આ સપ્તાહમાં આરોગ્યની વધુ સુખાકારી માટે કુળદેવી કે કોઈપણ માતાજીની પૂજા, નામ-સ્મરણ કરવું વધારે હિતાવહ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button