નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. દરમિયાન, ભારતીય તેલ કંપનીઓએ પણ આજે 17 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કર્યા છે. ભારતીય તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોને ધ્યાનને લઇને દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 93.93 ડૉલર અને WTI ક્રૂડની કિંમત 90.77 ડૉલર પ્રતિ બેરલ છે. જોકે, ભારતીય તેલ કંપનીઓએ આજે 17 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત દેશના વિવિધ શહેરોમાં વાહન ઈંધણની કિંમતો યથાવત છે.
જોકે, એ નોંધનીય છે કે રાજ્ય સ્તરે લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં તેલની કિંમતો અલગ-અલગ હોય છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર છે. કોલકાતામાં: પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર બોલાઇ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ રૂ. 102.63 અને ડીઝલના ભાવ રૂ. 94.24 પ્રતિ લીટર છે. રાજ્ય સરકારો ઈંધણની કિંમતો પર પોતાનો વેટ લગાવે છે, તેથી જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને