અમદાવાદઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2024)માં અમદાવાદ ખાતે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ આ સિઝનની નંબર વન ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ અને નંબર ટૂ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને બીજી તક મળશે. આ ટીમ એલિમેટર મેચમાં જીતનારી ટીમ સામે ટકરાશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલના ઈતિહાસમાં 26 મેચ રમ્યા છે, જ્યારે નવ વખત હૈદરાબાદ જીત્યું છે. બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ 17 વખત જીત્યું છે. આ વખતની સિઝનમાં પણ કોલકાતા જીત્યું હતું. ઈતિહાસ ગવાહ છે કે કોલકાતાની ટીમ બે વખત ક્વોલિફાયર્સમાં રમ્યું છે, જ્યારે બંને જીત્યું છે.
આ વર્ષે આઇપીએલ પ્લેઓફમાં પહોંચનારી કોલકત્તા પ્રથમ ટીમ હતી, જ્યારે સનરાઇઝર્સે છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને બીજું સ્થાન મેળવ્યું હતું. લીગ તબક્કાની 70 મેચમાં ટોચના બે સ્થાન પર રહેલી આ ટીમોને છેલ્લા દસ દિવસમાં વરસાદના કારણે સારો બ્રેક મળ્યો છે. કોલકત્તા અને હૈદરાબાદને પરિસ્થિતિને અનુરૂપ થવા માટે વધુ સમય મળશે નહીં. બંનેએ પોતાની છેલ્લી લીગ મેચ રવિવારે જ રમી હતી.
આ પણ વાંચો: IPL-2024 : પંજાબ કિંગ્સ (PBKS)નો રેકૉર્ડ: આઇપીએલની એવી પ્રથમ ટીમ બની જેણે….
જો કે સનરાઇઝર્સે આખી મેચ રમીને પંજાબને હરાવ્યું હતું, પરંતુ કોલકત્તા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રમાઈ શકી નહોતી. કોલકત્તાએ તેની છેલ્લી મેચ 11 મેના રોજ રમી હતી. વરસાદના વિઘ્ન અગાઉ કોલકત્તાએ સતત ચાર મેચ જીતી હતી, છેલ્લી બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
કોલકત્તાને વિકેટકીપર-બેટ્સમેન ફિલ સોલ્ટ (435 રન)ની ખોટ પડશે જે ટી-20 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાવા માટે સ્વદેશ પરત ફર્યો છે. સોલ્ટ અને સુનીલ નારાયણ (461)એ કોલકત્તાને શાનદાર શરૂઆત અપાવી છે. કેપ્ટન શ્રેયસ અય્યર (287 રન) મિડલ ઓર્ડરમાં પ્રભાવિત કરી શક્યો નહોતો.
રોયલ્સ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ જવાને કારણે સોલ્ટના સ્થાને ટીમમાં આવેલા રહેમાનુલ્લા ગુરબાઝ પ્રેક્ટિસ કરી શક્યો નહોતો. નીતિશ રાણા અને આન્દ્રે રસેલનું ફોર્મમાં હોવું કોલકત્તા માટે મહત્વનું છે. આ મેચ વધુ રોમાંચક રહેશે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બંનેએ 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન કરીને રેકોર્ડ બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો હેડ અત્યાર સુધીમાં એક સદી અને ચાર અડધી સદી સહિત 533 રન કરી ચૂક્યો છે. તેની સાથે અભિષેક (467 રન) પણ આઈપીએલમાં અત્યાર સુધી આક્રમક રમ્યો છે અને તેણે 41 સિક્સર ફટકારી છે. સનરાઇઝર્સ પાસે ત્રીજા નંબર પર રાહુલ ત્રિપાઠી જેવો ભરોસાપાત્ર બેટ્સમેન છે. હેનરિક ક્લાસન ફોર્મમાં પાછો ફર્યો છે અને તેણે પંજાબ સામે 42 રન કર્યા હતા.
ગયા વર્ષે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં જોવા મળ્યું હતું કે પાછળથી બેટિંગ કરનાર ટીમને વધુ સફળતા મળે છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમ છમાંથી ચાર બાદ સફળ રહી છે. કોલકત્તા પાસે મિશેલ સ્ટાર્કના નેતૃત્વમાં ઝડપી બોલરોની સાથે ઉત્તમ સ્પિનરો છે, જ્યારે સનરાઇઝર્સની બોલિંગનું નેતૃત્વ કેપ્ટન પેટ કમિન્સ કરે છે. આ સીઝનમાં તેમની છેલ્લી મેચમાં કોલકત્તાએ સનરાઇઝર્સને ચાર રનથી હરાવ્યું હતું.