Lok Sabha Election: 8 રાજ્યની 49 બેઠક પર પાંચ વાગ્યા સુધી 56.88 ટકા મતદાન
73 ટકા સાથે પશ્ચિમ બંગાળમાં વધુ મતદાન, મહારાષ્ટ્રની પીછેહઠ યથાવત
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આઠ રાજ્યમાં 49 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું, જેમાં મહારાષ્ટ્રની 13 સહિત ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિતની બેઠકોનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કા માટે મુંબઈની છ બેઠક સહિત એમએમઆર રિજનની બીજી ચાર બેઠક પર ગરમી વચ્ચે પણ લોકોએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો. પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશામાં સરેરાશ 50 ટકાથી વધુ મતદાન થયું છે.
સવારના દસ વાગ્યાથી લઈને બપોરના ધોમધોખતા તડકામાં મુંબઈમાં અઢાર વર્ષથી વધુ ઉંમરના મતદારોની સાથે સિનિયર સિટીઝનમા મતદાન કરવાનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. અમુક મતદાર કેન્દ્રોમાં કલાકો સુધી લોકોએ રાહ જોઈને મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું. 112 વર્ષથી લઈને સિનિયર સિટિઝનમાં મતદાન કરવામાં લોકોમાં જોરદાર ઉત્સાહ વધાર્યો છે. પાંચમા તબક્કામાં 695 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે 82 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.
દેશની 49 બેઠક પર પાંચ વાગ્યા સુધીના મતદાનમાં સૌથી વધુ 73 ટકા સાથે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું હતું, જ્યારે સૌથી ઓછું મહારાષ્ટ્રમાં થયું હતું. મહારાષ્ટ્રમાં 48.66 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં જાણીતા ઉદ્યોગપતિઓમાં વયોવૃદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાએ મુંબઈના કોલાબામાં મતદાન કર્યું હતું, જ્યારે અનિલ અંબાણી પણ લાંબી લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કર્યું હતું. ઉપરાંત, અભિનેતા શાહરુખ ખાને પૂરા પરિવાર સાથે મતદાન કર્યું હતું. અમિતાભ બચ્ચન સહિત જયા બચ્ચને પરિવાર સાથે મતદાન કર્યું હતું.
આ પણ વાંચો : Lok Sabha Elections 2024: PM મોદીએ પુરુલિયામાં ઈન્ડિ ગઠબંધન પર પ્રહારો કર્યા, કહ્યું મે તેમની પોલ ખોલી દેશ સમક્ષ મૂકી
દેશની 49 બેઠક પર સવારથી લઈને બપોર સુધીના મતદાનના ટ્રેન્ડમાં લેહ-લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર. ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર પછી મહારાષ્ટ્રમાં મતદાન થયું હતું. દર વખતની માફક આજે પણ મહારાષ્ટ્રમાં બપોર સુધીના ટ્રેન્ડમાં મહારાષ્ટ્રમાં મતદાનમાં છેલ્લું રહ્યું હતું. એક વાગ્યા સુધીમાં 49 બેઠક પર સરેરાશ સરેરાશ 36.73 ટકા થયું હતું, ત્યાર બાદ ત્રણ વાગ્યા સુધીમાં 47.53 ટકા મતદાન નોંધાયું હતું.
ઓડિશામાં આજે વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે બલાંગીર લોકસભાના મતવિસ્તારમાં આવનારી પટનાગઢના મતદાન કેન્દ્ર પર એક ફૂટ છ ઇંચ લંબાઈ ધરાવનારા 47 વર્ષના વિનીતા શેઠે મતદાન કર્યું હતું. દેશની 49 બેઠક પર સવારના સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આટલા ટકા મતદાન થયું હતું.
રાજ્યવાર (મતદાન ટકા) | નવ | અગિયાર | એક | ત્રણ | પાંચ (વાગ્યા સુધી) |
બિહાર | 8.86 | 21.11 | 34.62 | 45.33 | 52.35 |
જમ્મુ કાશ્મીર | 7.63 | 21.37 | 34.79 | 44.90 | 54.21 |
લદ્દાખ | 10.51 | 27.87 | 52.02 | 61.26 | 67.15 |
ઝારખંડ | 11.68 | 26.18 | 41.89 | 53.90 | 61.90 |
મહારાષ્ટ્ર | 06.33 | 15.93 | 27.78 | 38.77 | 48.66 |
ઓડિશા | 06.87 | 21.07 | 35.31 | 48.97 | 60.55 |
ઉત્તર પ્રદેશ | 12.89 | 27.76 | 39.55 | 47.55 | 55.80 |
પશ્ચિમ બંગાળ | 15.35 | 32.70 | 48.41 | 62.72 | 73.00 |