વિરાટ કોહલીએ IPL 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં પણ તે સૌથી આગળ છે. IPLની હજુ પણ થોડી મેચો બાકી છે અને આ સમયગાળા દરમિયાન કેટલાક અપસેટ સર્જાઇ શકે છે. જોકે, કોહલીની નજર આઈપીએલના ઈતિહાસમાં એવા રેકોર્ડ પર છે, જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી.
IPLમાં અત્યાર સુધીમાં વિરાટ કોહલીએ 251 મેચમાં 243 ઇનિંગ્સ રમી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 113 રન છે, વિરાટે 38.69ની એવરેજથી રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 131.95 . તેણે IPLમાં આઠ સદી અને 55 હાફ સેન્ચુરી ફટકારી છે. હવે વિરાટ કોહલી IPLમાં 8000 રન પૂરા કરવાની નજીક પહોંચી ગયો છે.
IPL 2024ની સિઝનમાં વિરાટે સૌથી વધુ રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ (7000થી વધુ) રન બનાવવામાં પણ વિરાટ કોહલી પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે શિખર ધવને 6769 રન બનાવ્યા છે. વિરાટ હવે 8000 રન પૂરા કરવામાં માત્ર 29 રન પાછળ છે અને IPL 2024ની સિઝનમાં તેની પાસે 8000 રનનો બેંચમાર્ક પાર કરવાની તક છે.
આ પણ વાંચો : IPL :વિરાટ કોહલીએ ગ્રાઉન્ડ પરથી કોને કહ્યું, ‘બૅટ સે મારુંગા, બૈઠ જા’
RCBની ટીમે IPL પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હવે એલિમિનેટરમાં RCBનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આપણે આશા રાખીએ કે વિરાટ કોહલી તેના બેટથી ધુંઆધાર ઇનિંગ રમે અને 8000 રન પૂરા કરી લે અને તેની ટીમ જીતી જાય. જો RCB ક્વોલિફાયર-1 જીતી જશે તો તેને ક્વોલિફાયર-2 રમવાની પણ તક મળશે. જો કોહલી 29 રન બનાવી લેશે તો તે 8000 રન સુધી પહોંચી જશે અન્યથા તેને આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.