જ્હાન્વી કપૂરનો દુપટ્ટો હાલ છે ચર્ચાનું કેન્દ્ર ! જાણો કેમ
મુંબઈ : મુંબઈમાં આજે થઈ રહેલા મતદાનમાં આજે બોલિવૂડના અનેર રંગ જોવા મળ્યા હતા. જેમાં આજે જ્હાન્વી કપૂર (janhvi kapoor)મતદાન કરીને બહાર આવી ત્યારે તેના અનારકલી ડ્રેસના દુપટ્ટા પર જે લખેલું હતું, તેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના આગામી ફિલ્મ ‘મિસ્ટર અને મિસીસ માહી’ના (mr and mrs mahi) પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે તેમણે પોતાનું મતદાન કર્યું હતું.
હાલના સમયમાં જ્હાનવી કપૂર તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસીસ માંહી’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને તેના પ્રમોશન માટેની અનોખી શૈલીના કારણે તેઓ ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની ફિલ્મ અત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. ફિલ્મ આગામી 31મીએ રજૂ થવાની છે. આ સમયે અભિનેત્રી જ્હાન્વી આજે મતદાન કર્યા પછી બહાર જોવા મળી હતી જ્યાં તેના ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આવી સ્થિતિમાં, અભિનેત્રી લોકોનું ધ્યાન પોતાની ફિલ્મ તરફ ખેંચવામાં કોઈ કસર છોડી રહી નથી.
આજે જ્હાન્વી કપૂરે લોકસભા ચૂંટણી 2024 માટેના મતદાનના દિવસે, ગુલાબી-મજેન્ટા શેડનો જયપુરી પ્રિન્ટેડ અનારકલી સૂટ પહેરીને મતદાન કરવા આવી હતી. આ દરમિયાન તેના ડ્રેસ પર જે લખેલું હતું તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું પહેલું ગીત ‘દેખા તેનુ’ રિલીઝ થઈ ગયું છે અને લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના દુપટ્ટા પર આ ગીત જ લખેલું હતું.
આ પણ વાંચો : મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલરમાં જોવા મળી જ્હાન્વી કપૂર-રાજકુમાર રાવની કેમેસ્ટ્રી
ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર ફરી એકવાર સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે ફિલ્મનું પ્રથમ ગીત ‘દેખા તેનુ’ છે, જેમાં બંનેની સુંદર લવ સ્ટોરી બતાવવામાં આવી છે.