રાંચીઃ છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં પીક અપ વાન ખાઈમાં ખાબકવાને કારણે મોટી હોનારતનું નિર્માણ થયું હતું. અહીંના જિલ્લામાં લગભગ 30 જેટલા મજૂર કામ કરીને ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
જિલ્લામાં એક પિક અપ વાન ખાઈમાં ખાબકવાને કારણે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતક લોકો સેમહારા ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
સોમવારે લગભગ 40થી વધુ મહિલા-પુરુષ બૈગા આદિવાસી પિકઅપ વાનમાં બેસીને જંગલમાં તેંદુપત્તા તોડવા ગયા હતા. બપોરના અઢી વાગ્યાના સુમારે ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વાહનચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. આ અકસ્માતમાં માર્યા જનારા મહિલા-પુરુષોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી પોલીસ અને એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માત પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શરુઆતમાં અગિયાર જણનાં મોત થા હતા, જ્યારે હોસ્પિટલમાં વધુ ચાર જણને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પિકઅપ વાન નજીક મજૂર પડેલા છે. વાહનચાલકે રસ્તા પરથી નિયંત્રણ ગુમાવતા પિક અપ વાન 20 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં ડઝનથી વધુ લોકોના મોત થયા હતા.
આ અકસ્માત અંગે છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાયે સોશિયલ મીડિયા એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ ટવિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.