આપણું ગુજરાત

અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ : AMCએ કરી આ અપીલ

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat ) સતત બે દિવસથી વધી રહેલી ગરમી હજુ આગામી ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થાય હોવાની પણ વિગતો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતનાં અનેક જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમયે શહેરનું તાપમાન 45 ડિગ્રીથી પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન નીચેની બાબતોનું પાલન કરે.

વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે.

ગરમીની અળાઈઓ થઈ આવવી.
ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
માથાનો દુખાવો, ચક્કર આવે.
ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
ઉબકા અને ઉલટી થવી.

વારંવાર પાણી પીવાથી ગરમીથી બચી શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?