આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ATSને મળી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી પકડાયા

Ahmedabad : ગુજરાત એટીએસને આજે એક સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ (Ahemdabad Airport) પરથી ISIS આતંકવાદી સંગઠનના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હોવાની કેન્દ્રીય એજન્સી તરફથી મળેલી વિગતોના આધારે આતંકીઓને ઝડપી લેવામાં આવે હતા. હવે તેનું કનેક્શન ગુજરાતનાં અન્ય શહેરો અથવા અન્ય કોઈ રાજ્યો સાથે છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, જેને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ. આ પેજને રિફ્રેશ કરતાં રહો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા ઘણા કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા સોનાની દાણચોરી તેમજ અન્ય વસ્તુઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ એટીએસ સાથે ઈનપુટ શેર કર્યા હતા. તેરબાદ ગુજરાત એટીએસે ખાસ નજર રાખીને અમદાવાદ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. ત્યાં એક શંકાશીલ વ્યક્તિની પૂછપરછ કરી હતી.

મળતી માહિતી મુજબ જે વ્યક્તિની અટકાયત કરાઇ હતી તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે શ્રીલંકાનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ISIS સંગઠન સાથે જોડાયેલો છે. હવે ગુજરાત એટીએસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ આતંકવાદી ગુજરાત શા માટે આવ્યો હતો તેની પૂછપરછ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button