આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Mumbai votes: મતદારોને તકલીફ ન આપોઃ આદિત્યની ચૂંટણી પંચને ટ્વીટ

મુંબઈઃ મુંબઈમાં મતદારો પ્રચંડ ઉત્સાહ બતાવી રહ્યા છે. મોટા ભાગના મતદાન બૂથ પર લાંબી કતારો જોવા મળે છે. મુંબઈમાં પણ ગરમીનો પારો 38 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે, પરંતુ સવારથી મતદારો પોતાનો હક અને ફરજ બજાવવા નીકળી પડ્યા છે. જોકે મતદારોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક મતદાન મથકોમાં શેડ ટૂંકો પડતો હોવાથી લોકોએ ગરમીમાં શેકાવું પડે છે, તો ત્યાક પાણીની વ્યવસ્થા નથી તો વળી ક્યાક વોટરજગ છે તો ગ્વાસ નથી. લોકો લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહી મતદાન કરી રહ્યા છે. અમુક મતદાન મથકોમાં ઈવીએમમાં સમસ્યા આવતા મતદાન ધીમું થઈ રહ્યું છે. પવઈમાં ઈવીએમ બગડ્યાની સમસ્યા સર્જાતા અમુક વૃદ્ધો મતદાન વિના પરત ફર્યા હતા તો ભાડૂંપના ખંડીપાડામાં બૂથમાં વીજળી ચાલી જતા લોકો ગરમીમાં શેકાયા હતા અને ઈવીએમ પણ બંધ પડ્યું હતું. લગભગ અડધી કલાક બાદ મતદાન પૂર્વવત થયું હતું.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન

મતદારોને પડતી મુશ્કેલીઓની ફરિયાદો આવતા શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરી ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે મતદારોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે. આદિત્યએ તેમને ગરમીથી રાહત મળે તેટલી જ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button